<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

છ દાયકા પછી ગીરમાં ચિલોત્રાનો કલરવ

વૈજ્ઞાનિક પુનઃસ્‍થાપનથી હોર્નબિલ ફરી વસ્‍યો, ચાર વર્ષથી સફળ પ્રજનનનું ફળ

ગાંધીનગર, તા.૧૭: ગુજરાતના ગીરના જંગલોમાં લગભગ છ દાયકાથી ગાયબ રહેલો ઇન્‍ડિયન ગ્રે હોર્નબિલ, જેને સ્‍થાનિક રીતે ચિલોત્રો કહે છે, સફળ પુનઃસ્‍થાપન બાદ ફરી વસવાટ કરી રહ્યો છે. ગુજરાત વન વિભાગના પ્રોજેક્‍ટ હેઠળ ૨૦૨૧થી ૨૦૨૩ દરમિયાન કુલ ૪૦ પક્ષીઓ ગીરમાં છોડાયા; તેમાંથી ૧૧ નર પક્ષીઓ પર ઉપગ્રહ ટ્રાન્‍સમીટર લગાવી હલનચલન, રહેઠાણ અને પ્રજનનનું નિરીક્ષણ કરાયું. પ્રથમ વર્ષમાં એક જોડીએ અને બીજા વર્ષમાં વધુ ત્રણ જોડીએ સફળ પ્રજનન કર્યું. વૈજ્ઞાનિક અભ્‍યાસ મુજબ અનુકૂલન બાદ પક્ષીઓની સરેરાશ હોમ રેન્‍જ લગભગ ૬૧ ચોરસ કિલોમીટરથી ઘટીને ૫.૭ ચોરસ કિલોમીટર થઈ. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પણ ‘મન કી બાત'માં આ સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. ફળખાઉ હોર્નબિલ વળક્ષોના બીજ દૂર સુધી ફેલાવતું હોવાથી ગીરના કુદરતી વનપુનર્જીવનમાં મહત્‍વની ભૂમિકા ભજવે છે. અરવલ્લીના પક્ષી સમૂહમાંથી પક્ષીઓને ગીરમાં લાવવામાં આવ્‍યા અને ચાર સતત વર્ષથી સફળ પ્રજનન નોંધાયું છે

(12:22 PM IST)