<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ચોટીલામાં પ્રદૂષિત પાણીથી પશુઓના મોત થયા હોવાના આક્ષેપથી ચકચાર

હણીયા અને ગઢેચી ગામમાં પશુઓના મોત થયાનો પશુપાલકોએ આરોપ લગાવ્યો: ડમ્પિંગ સાઈટ પર જમા થતા પાણી પીવાથી પશુઓના મોત થયા હોવાનો પશુપાલકોનો દાવો

સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રદૂષિત પાણીથી પશુઓના મોત થયા હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. હણીયા અને ગઢેચી ગામમાં પશુઓના મોત થયાનો પશુપાલકોએ આરોપ લગાવ્યો છે. ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ડમ્પિંગ સાઈટ પર જમા થતા પાણી પીવાથી પશુઓના મોત થયા હોવાનો પશુપાલકોનો દાવો છે. 

  આ ઉપરાંત કેમિકલયુક્ત પાણીના કારણે લોકોને ચામડીના રોગોની પણ અસર થઈ હોવાના આક્ષેપ છે. આ પાણી ભાદર ડેમ મારફતે ભાલ વિસ્તારમાં પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે તંત્ર પાસે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સોલિડ ડમ્પિંગ સાઈટનું ઈન્સ્પેક્શન કરી કલરવાળા પાણીના સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે.

(8:07 PM IST)