તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
સુરેન્દ્રનગરના પાણશીણા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ-12ના વિદ્યાર્થીએ ફિનાઈલ પીધું !
ધોરણ-12માં અભ્યાસ કરતા ધવલ મકવાણાએ ફિનાઈલ પીધું હોવાનો આક્ષેપ:શિક્ષક ભરત સોલંકીના માનસિક ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનો આરોપ:આચાર્યની બદલીના કાવતરામાં વિદ્યાર્થીનો મુખ્ય ફાળો હોવાનું જણાવી તેને બદનામ કર્યો હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગરના પાણશીણા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ-12ના વિદ્યાર્થીએ ફિનાઈલ પીધું હોવાની ઘટના સામે આવી છે. ધોરણ-12માં અભ્યાસ કરતા ધવલ મકવાણાએ ફિનાઈલ પીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, શિક્ષક ભરત સોલંકીના માનસિક ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હતું. આચાર્યની બદલીના કાવતરામાં વિદ્યાર્થીનો મુખ્ય ફાળો હોવાનું જણાવી તેને બદનામ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. ફિનાઈલ પીધા બાદ ધવલ મકવાણાની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે અંગે તપાસની માંગ ઉઠી છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
