તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
શ્રી ગુરુ રવિદાસ મહારાજનું સનાતન સમરસતા માટેનું યોગદાન અમૂલ્ય : ભાવનગર જિલ્લામાં સમરસતા સંકલ્પ અભિયાનના પ્રારંભે સિહોરમાં યોજાયો કળશ વિતરણ સમારોહ : જુઓ વિડિયો
જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કળશ વિતરણ કરાયું : ગામેગામ કળશ યાત્રા માટે કાર્યકર્તાઓનું પ્રસ્થાન

સિહોર: શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા આયોજિત સમરસતા સંકલ્પ અભિયાનના પ્રારંભ રૂપે ભાવનગર જિલ્લાના સિહોર ખાતે એક ભવ્ય કળશ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓ અને મહાનુભાવોએ શ્રી ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં તત્કાલીન સામાજિક પરિસ્થિતિ તેમજ વર્તમાન સમયમાં સનાતન સમરસતા માટે આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ સોમવાર, તા. ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ યોજાયેલા આ સમારોહમાં સંતો અને અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય અને ધર્માચાર્ય શંભુનાથજી ટૂંડિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સ્વામી શ્યામદાસજીબાપુએ પ્રાસંગિક ઉદબોધન કરી ગુરુ રવિદાસ મહારાજના સમરસતાના વિચારો પર પ્રકાશ પાડ્યો હતો.
મહાનુભાવો અને સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં કળશ વિતરણ:
આ સમારોહમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાઘવા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન રાઠોડ તેમજ વિવિધ સંતો-મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ગામેગામથી આવેલા કાર્યકર્તાઓને કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. કળશ વિતરણ બાદ ગામેગામ કળશ યાત્રા યોજવા માટે કાર્યકર્તાઓએ પ્રસ્થાન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં રાજુભાઈ બાબરિયાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગેમાભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રવિભાઈ બારૈયાએ આભાર વિધિ સંપન્ન કરી હતી. ગોપાલભાઈ વાઘેલા સાથે સિહોર શહેર ભાજપના હોદ્દેદારોએ સમગ્ર આયોજનમાં સુચારુ સંકલન જાળવ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
