News of Monday, 17th August 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા : 21મીએ આપશે આવેદન
જિલ્લામાં માત્ર 6% વરસાદ નોંધાયો હોવાનો દાવો કરી તમામ ડેમો સૌની યોજનાથી ભરવાની માંગ:માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે “સૌની યોજનાનું બેસણું” રાખી અનોખો વિરોધ કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. કોંગ્રેસે 21 ઓગસ્ટે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે. જિલ્લામાં માત્ર 6% વરસાદ નોંધાયો હોવાનો દાવો કરી તમામ ડેમો સૌની યોજનાથી ભરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત ઘાસચારા વિતરણ કેન્દ્રો અને પાંજરાપોળ શરૂ કરવા, ચાલુ વર્ષનું પાક ધિરાણ તથા ખેડૂતોના ફિક્સ વીજ બિલ માફ કરવાની માંગ કરાઈ છે. માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે “સૌની યોજનાનું બેસણું” રાખી અનોખો વિરોધ કરાયો. હતો .
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
