<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

જુનાગઢની સિવિલ હોસ્પિટલના સાતમા માળેથી ઝંપલાવી મહિલાએ આપઘાત કરી લેતા ચકચાર

મૃતક મહિલા દોલતપરા વિસ્તારની રહેવાસી: મહિલા માનસિક બીમારીથી પીડિત હતી અને તેની સારવાર ચાલી રહી હતી

જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં મહિલાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મહિલાએ હોસ્પિટલના સાતમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલા દોલતપરા વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ મહિલા માનસિક બીમારીથી પીડિત હતી અને તેની સારવાર ચાલી રહી હતી. 

 ઘટનાની જાણ થતાં હોસ્પિટલ તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં પણ ચકચાર મચી ગઈ હતી

(9:16 PM IST)