<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

સુરેન્દ્રનગરના અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસ્માર થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા

મુખ્ય રોડ સુધી પહોંચવા માટે ગ્રામજનોને 3 કિલોમીટર સુધી પગપાળા જવા મજબુર : નર્મદા નિગમનો વાલ્વ લીકેજ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યું

સુરેન્દ્રનગરના અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસ્માર થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. બિસ્માર રસ્તાને કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય રોડ સુધી પહોંચવા માટે ગ્રામજનોને 3 કિલોમીટર સુધી પગપાળા જવાની ફરજ પડી રહી છે. 

 બીજી તરફ, નર્મદા નિગમનો વાલ્વ લીકેજ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે પીવાના પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે. રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે ગામમાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. ગ્રામજનોએ તાત્કાલિક લીકેજ વાલ્વ બદલવા અને રસ્તાનું સમારકામ કરાવવાની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

(9:27 PM IST)