News of Tuesday, 18th August 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા મંદિરના ગર્ભગૃહમાં શિવસ્વરૂપ શણગારઃ શ્રી નિલકંઠ મહાદેવનું શિવપૂજન
પ.પૂ.શાષાી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ મહિનામાં વિવિધ કાર્યક્રમો

રાજકોટ તા.૧૮: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં
પ.પૂ.શાષાી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તા.૧૭-૦૮-૨૦૨૬ને સોમવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા મંદિરના ગર્ભગળહમાં શિવસ્વરૂપ કુદરતી થીમ પર શણગાર કરાયો હતો. આજે સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે ૭ થી સાંજે ૬ દરમિયાન કરવામાં આવશે.
સંપૂર્પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ.શાષાી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનો પરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
