<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ધારીમાં યુવાનનું ઝેરી દવા પી જતા, ટીંબા ખાણવાડા તળાવમાં એમપીના પ્રૌઢનું ડુબી જતા, અમરેલીમાં પ્રૌઢનું હાર્ટએટેક આવી જતા, ધારીના ગીગાસણ સીમમાં પરણીતાનું બિમારીથી મોત

 

અમરેલી, તા. ૧૮ :  અમરેલી જીલ્લામાં દિનપ્રતિદિન અપમળત્‍યુંના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.ત્‍યારે જીલ્લામાં વધુ ચાર અપમળત્‍યુંના બનાવો જુદા જુદા પોલીસ મથકમાં જાહેર કરાયા હતા. જેમાં ધારીમાં યુવાનનું ઝેરી દવા પી જતા, અમરેલીના ટીંબા ખાણવાડા તળાવમાં એમપીના પ્રૌઢનું પાણીમાં ડુબી જતા, અમરેલીમાં પ્રૌઢનું હાર્ટએટેક આવી જતા, ધારીના ગીગાસણ સીમમાં પરણીતાનું બિમારીથી સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું.

ધારી કોળીપા શેરીમાં રહેતા સિધ્‍ધાર્થભાઈ નાનુભાઈ કલાડીયા ઉ.વ. ૧૯ પાડોશી સામે જોઈ રહેતા હોય.જે અંગે ઠપકો આપતા પોતાને લાગી આવતા ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી જતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું પિતા નાનુભાઈ ધનજીભાઈ કલાડીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.બીજા બનાવમાં અમરેલી તાલુકાના ટીંબા ગામે મુળ એમપીના શ્રમિક શંકરભાઈ ભીલાલા ઉ.વ.૫૫ ટીબા ગામના ખાણવાડા તળાવમાં ગયેલ હતા. ત્‍યાં માછલા પકડતી વખતે પાણીમાં ડુબી જતા મોત નિપજયાનું જીવન શંકરભાઈ ભીલાને અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. ત્રીજા બનાવમાં અમરેલી વળંદાવન પાર્ક-૧ માં રહેતા પ્રકાશભાઈ હકુભાઈ ઘરજીયા ઉ.વ.પપ ને હાર્ટ એટેક આવી જતા મોતનિપજયાનું અજયભાઈ હકુભાઈ ધરજીયાએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. ચોથા બનાવમાં ધારી તાલુકાના ગીગાસણ ગામની સીમમાં સુરેશભાઈ વીરજીભાઈ કોટડીયાની વાડીમાં કામ કરતા મુળ રાજસ્‍થાનના ઢાલર તા.ગાંગડતલાઈની પાયલબેન નરેશભાઈ ગરાસીયા ઉ.વ.૨૦ ને છેલ્લા ૨ દિવસની બિમારી હોય, અને તાવ આવતો હોય. બેભાન હાલતમાં ૧૦૮ દ્વારા ધારી સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબે મળત જાહેર કર્યાનું નરેશભાઈ વીલુભાઈ ગરાસીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(11:47 AM IST)