<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ભાવનગરમાં રોકાણ ઉપર ૨૦% વળતરની લોભામણી સ્‍કીમના ગુનામાં વધુ ૭ આરોપીની ધરપકડ

સોનાના દાગીના તથા વાહનો મળી કુલ રૂ.૩૬,૮૯,૯૮૫/-ની રીકવરી કરતી પોલીસ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮: વરતેજ પોલીસ સ્‍ટેશન નોંધાયેલા ગુનાની તપાસ દરમ્‍યાન શેર બજારના નામે રોકાણ ઉપર ૨૦% વળતર વાળી લોભામણી સ્‍કીમમાં ભાગીદાર/ એજન્‍ટ તરીકે રહેલ  આરોપીઓએ આ સ્‍કીમમાંથી ગેરકાયદેસર લાભ મેળવી ચીજવસ્‍તુઓની ખરીદ કરેલ તે સોનાના દાગીના તથા વાહનો, મોબાઈલ ફોન તથા હિસાબના ચોપડા તપાસ અર્થે કબ્‍જે કરી વધુ ૭ આરોપીઓને અટક કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપીઓમાં વિનોદભાઇ ધીરૂભાઇ ઘાંઘવ ઉવ.- ૨૬ રહે. ગામ- ફરિયાદકા, વેલનાથ મંદિરની સામે, તા. જી. ભાવનગર ,કુલદિપ ઉર્ફે પવન તળશીભાઇ ધામેચા ઉવ.-૨૧ રહે. ગામ- ફરિયાદકા, પ્‍લોટ વિસ્‍તાર, ઉણેચા પરીવારના મઢની સામે, કેવલભાઇ વિજયભાઇ ઘામેચા ઉ.વ.૨૫ રહે. રામનગર, નવા ગુંદાળા, સર્વોતમ ડેરીના પાછળ, પ્‍લોટીંગ વિસ્‍તાર, સિહોર, વિજયભાઇ ભુપતભાઇ ઉણેચા ઉવ.-૪૦ રહે. ગામ- ફરિયાદકા,

જગદિશભાઇ ઉર્ફે પીન્‍ટુ દામજીભાઇ ઉણેચા ઉવ.- ૩૫ રહે. ગામ- ફરિયાદકા, મફતનગર,સંજયભાઇ મનજીભાઇ ઉણેચા ઉવ.-૩૭ રહે. ગામ- ફરિયાદકા, અનેશ્રદિલીપભાઇ મોહનભાઇ ઉણેચા ઉવ.-૩૬ રહે.ગામ-ફરિયાદકા, મફતનગર, મોગલ માંના મંદિર પાસે,તા.જી. ભાવનગર  પોલીસે આ આરોપીઓ પાસેથી સોનાના દાગીના તથા વાહનો મળી કુલ કિ.રુ.૩૬, ૮૯,૯૮૫/-ની રીકવરી કરી છે.

ભાવનગર જિલ્‍લા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે ફરિયાદકા ગામના સંજયભાઇ ધામેચા તથા યોગેશભાઇ ધામેચા પાસે નાણાંનું રોકાણ કરવામાં આવેલ હોય અને રોકાણની રકમ કે પાકતી મુદ્દતની રકમ પરત મળેલ ન હોય તો કાયદેસર કાર્યવાહી કરાવવા માટે આપની પાસે રહેલ જરૂરી આધાર પુરાવાઓ તેમજ દસ્‍તાવેજી સાહિત્‍ય સાથે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની કચેરી ખાતે સંપર્ક કરવો

(11:55 AM IST)