<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

બોટાદમાં રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી જીલ્લા પુસ્‍તકાલયની મુલાકાતે રિવાબા જાડેજા

ઝવેરચંદ મેઘાણીના પોૈત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાના સ્‍થાપક પિનાકી મેઘાણી સહિતના દ્વારા સ્‍વાગત

રાજકોટઃ તા.૧૮: ૮૦મા સ્‍વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્‍યાએ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે નવનિર્મિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી જિલ્લા પુસ્‍તકાલયની મુલાકાત ગુજરાત સરકારના રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી તથા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રિવાબા જાડેજા લીધી હતી. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા રૂ. ૮.૬૩ કરોડના ખર્ચે  ૨૦૦૦ ચોરસ મીટરમાં નિર્માણ પામેલ આ વિશાળ, અદ્યતન અને સમળદ્ધ પુસ્‍તકાલયનું ઈ-લોકાર્પણ ગુજરાત રાજ્‍યના નાયબ મુખ્‍ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવેલું જે ખાસ ઉલ્લેખનીય છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી ઉપરાંત બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા અને ઉપપ્રમુખ ભરતસિંહ ડોડીયા, ધારાસભ્‍ય ઉમેશભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ ખસીયા, ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ અને શહેર પ્રમુખ કિશોરભાઈ પાટીવાળા, ગ્રંથપાલ અરજણભાઈ સાબડ અને મદદનીશ ગ્રંથપાલ ચેતનભાઈ ઘટાડ, શિક્ષણવિદ કિરીટસિંહ રહેવર (મામા), પર્યાવરણપ્રેમી બ્રીજભાઈ ઠક્કર, પ્રાકળતિક ખેતીના રમેશભાઈ બદ્રેશિયા, વાલજીભાઈ પિત્રોડાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. બોટાદ જિલ્લા કલેકટર હર્ષદ વોરા (આઈએએસ)એ પણ મુલાકાત લીધી હતી.

પヘમિ ગુજરાત વીજ કંપની લિ.ના આર્થિક સહયોગથી પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન દ્વારા અહીં મેઘાણી સ્‍મળતિની સ્‍થાપના કરવામાં આવી છે જેમાં પૂર્ણ-કદની મનોરમ્‍ય મેઘાણી-પ્રતિમા, ૬×૩×૧ ફૂટના આકર્ષક કાચના કબાટમાં ઝવેરચંદ મેઘાણી કળત ૧૦૦ જેટલાં પુસ્‍તકોનો મેઘાણી-સાહિત્‍ય કોર્નર અને માહિતીસભર ચિત્ર પ્રદર્શન મૂકવામાં આવ્‍યાં છે.

ગુજરાતના મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત સરકારનો પિનાકી મેઘાણીએ હૃદયથી આભાર માન્‍યો હતો. (૪૧.૪)

આલેખન :

 પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન (મો.  ૯૮૨૫૦૨૧૨૭૯)

(11:55 AM IST)