News of Tuesday, 18th August 2026
ધ્રાંગધ્રાના વાવડી ગામની સીમમાં ગેરકાયદે પથ્થરનું ખનન પકડાયુઃ ૨૫ લાખનો મુદામાલ સીઝ
ર ટ્રક, ૧ ક્રેન તથા ૧૫ ટન પથ્થર કબ્જેઃ રાજકોટ રેન્જની ટીમનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ ટ્રક અને ક્રેન નજરે પડે છે.
રાજકોટ તા.૧૮: ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની સીમમાં ગેરકાયદેસર પથ્થરનુ ખનન કરતા ર ટ્રક, ૧ ક્રેન તથા આશરે ૧૫ ટન પથ્થર મળી કુલ રૂ.૨૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ રાજકોટ રેન્જ ટીમે ઝડપી લીધો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ દ્વારા સરકારશ્રીની સંપતિને તેમજ કુદરતી સંપતિને નુકશાન કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ફતેસંગ પરમાર તથા દિલીપસિંહ સિંધવને મળેલ હકિકત આધારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તારની વાવડી ગામની સીમમાં આવેલ વાસાડવા જવાના રસ્તે વાડી માલીક મનુભાઇ અમરશીભાઇ વાણંદ રહે.વાવડી ધ્રાંગધ્રા નાઓના કબ્જાની વાડીમાંથી લીઝ કે રોયલ્ટી વગર વાડીમાંથી ગેરકાયદેસર પથ્થરનું ખનન કરતા (૧) ટ્રક જીજે-૧૮૭૯૦૭૨ ડ્રા. હાર્દિક ગોપાલભાઇ ગમારા રહે. મયુનગર ધ્રાંગધ્રા માલીક પોતે, (૨) ટ્રક જીજે૧૨ યુ ૯૦૪૬ ડ્રા.યોગેશભાઇ રમેશભાઇ અઘારા રહે.વાદીપરા ધ્રાંગધ્રા માલીક હાર્દિક ગોપાલભાઈ ગમારા તથા (૩) ક્રેન જીજે૩૮૫૦૫૭૯ ડ્રા. જગદીશભાઇ બાવાભાઇ સાવડીયા રહે.સતાપર ધ્રાંગધ્રા માલીક ગોપાલભાઈ અરજણભાઈ ગમારા રહે.મયુરનગર ધ્રાંગધ્રા નાઓને તથા પથ્થર આશરે ૧૫ ટન મળી કુલ કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ડ્રાઇવરોને હસ્તગત કરી ખાણ ખનીજના અધિકારીશ્રીઓને જાણ કરવા સ્થાનીક પોલીસને બોલાવી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
