News of Tuesday, 18th August 2026
જમીયલશાહ બાપુ પપ૬ વર્ષ પહેલા જુનાગઢ આવ્યા'તાઃ ર૩મીથી દાતારનો ઉર્ષ
આ જગ્યાને આસનસિધ્ધ ગાદી કહેવાય છે, જયાંના મહંતો કોઇ દિવસ જગ્યા છોડી નીચે આવતા નથીઃ પટેલ બાપુને ટીવી બતાવ્યું તો દાયકાઓ પહેલા કહેલુ કે આ ‘ટીવ્યુ' દેશનું ધનોતપનોત કાઢી નાખશે '

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૮: ઉપલા દાતારની ધાર્મિક જગ્યાનો મહાપર્વ ઉર્ષ મેળાનો આગામી તારીખ ૨૩ ને રવિવાર થી મંગળ પ્રારંભ થશે પ્રથમ રાત્રી તારીખ ૨૩ ને રવિવારે રાત્રિના ચંદન વિધિ મંગળવારે દીપ માળા પાંચ દિવસના આ ઉર્ષના મેળામાં પધારેલા ભાવિકો માટે જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા ભોજન પ્રસાદ સહિત નિવાસની વ્યવસ્થા ઉભી કરાઈ છે જૂનાગઢ ઉપલા દાતાર મહાપર્વ ઉર્સનો આગામી તારીખ ૨૩ ઓગસ્ટ અને રવિવારથી મંગલ પ્રારંભ થઈ જવા રહ્યો છે ત્યારે રવિવારની રાતે અમૂલ્ય આભૂષણની ચંદન વિધિ જે આભૂષણો વર્ષમાં એક વખત જ ગુફામાંથી બહાર નીકળે છે સાથે ઉર્સનો ભવ્ય પ્રારંભ થશે.
કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા જમીયલશા દાતાર બાપુની જગ્યામાં મહાપર્વ ઉર્સના મેળામાં દાતાર બાપુની ગુફામાં રહેલા દાતાર બાપુ જે આભૂષણો ધારણ કરતા હતા તે આભૂષણો વર્ષમાં એક જ વખત લોકોને દર્શન માટે ગુફામાંથી બહાર લાવવામા આવશે દાતાર બાપુની ગુફામાં રહેલા અતિ અમૂલ્ય તેમજ પવિત્ર આભૂષણો જેવા કે પવન પાવડી, માણેક, પોંખરાજ, દાતાર બાપુના કાનના કુંડળ જેવા આભૂષણો કે જે વર્ષ માં એકજવાર બહાર કાઢવામાં આવે છે, અને તેની તાાન વિધિ અને પૂજન અર્ચન કરવામાં આવે છે, એ આભૂષણોની વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચાર તેમજ પવિત્ર દ્રવ્યો જેવાકે ગંગાજલ , ગુલાબજળ , ગાયનું દૂધ અત્તર વગેરે થી દાતારબાપુ ની જગ્યાના ટેલીયાઑ ( સેવકો) તેમજ જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારાતાાન વિધિ પૂજા વિધિ તેમજ ત્યાર બાદ પધારેલ ભાવિકજનો માટે દર્શનાર્થે મૂકવામાં આવશે, ત્યાર બાદ આ આભૂષણોને પવિત્ર ચંદનનો લેપ કરી પરંપરા પ્રમાણે ગુફામાં પરત પઘરાવી દેવા આવે છે
આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત સેવકગણ તેમજ ભક્તજનો એ આભૂષણોના દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્ય થશે સોમવાર આરામનો દિવસ રહેશે ત્યારબાદ તારીખ ૨૫ અને મંગળવારની રાત્રે મહેંદી યાને દીપ માળાનો કાર્યક્રમ યોજાશે જેમાં આખી જગ્યામાં દીવડા પ્રગટાવી દાતાર બાપુની જગ્યાને જળહળતી કરાશે અને દીપમાળા કહેવામાં આવે છે અને આમ પૂજ્ય દાતાર બાપુની જગ્યા માં પરંપરાગત રીતે ઉજવાતા ઉર્ષ પર્વની ઉજવણી થનાર છે, ત્યારે આ પ્રસંગે દાતારના મહંત શ્રી ભીમ બાપુનું સર્વે દાતાર સેવકો તેમજ ધર્મપ્રેમી જનતાને પધારવા નિમંત્રણ છે.
જગ્યાના મહંતોની ઉજળી પરંપરા રહી છે કે આ જગ્યાને આશન સિદ્ધ ગાદી કહેવામાં આવે છે કે જ્યાંના મહંતો તો કોઈ દિવસ જગ્યા છોડી નીચે આવતા નથી જેમના ઓલિયા પુરુષ એવા પટેલ બાપુનું જીવન જોઈએ તો...
પટેલ બાપુઃ જન્મ્યા ત્યારથી જ અસામાન્ય ઘટનાઓ સર્જાયેલ આઝાદી પૂર્વે દાતારની જગ્યા ઉપર બેઠા અને પછી ૪૫ વર્ષમાં કયારેય પગથીયા ઉતાર્યા ન હતા દાયકાઓ પૂર્વે પટેલ બાપુને ટીવી બતાવ્યું તો કહ્યું કે : આ ઁટિવ્યુઁ દેશનું ધનોતપનોત કાઢી નાખશે..!!: એક અવતારી પુરૂષ કુદરતની લીલાના અગમ્ય ભાગરૂપે આપણી વચ્ચે આવ્યા અને ભૂમિકા ભજવી ચાલ્યા ગયા. પૂ. પટેલ બાપુએ પરમપદ પ્રાપ્ત કરેલ. સદા નિજાનંદમાં રહેતા. ખૂબ આનંદી હતા. આનંદ- હાસ્યની છોળો ઉડાવી દાતારના પૂ. પટેલબાપુએ દેહ છોડયાને તાજેતરમાં જ ૩૬વર્ષ પૂરા થયા. સિનીયર મોસ્ટ જર્નાલિસ્ટ - કોલમીસ્ટ જગદીશ આચાર્યએ પટેલ બાપાને સોશ્યલ મિડીયામાં - ફેસબુક પર આપેલ અંજલીરૂપ આર્ટીકલ સાભાર અહીં પ્રસ્તુત કર્યો છે. પટેલ બાપુને બધા ઁબાપાઁ કહેતાં. બાપાએ દેહ છોડયાને ૩૬વર્ષ થઈ ગયા પણ હજુ જાણે કે ગઈકાલેજ એ બન્યું હોય એવું લાગે છે.હકીકતમાં તો બાપા ગયા જ નથી એવું લાગે છે. ૧૯૮૧માં હું પહેલી વખત દાતાર ગયો અને ત્યારથી બાપાએ ૧૯૯૧માં વિદાય લીધી ત્યાં સુધી એમના પવિત્ર સંનિધ્યનો મને લાભ મળ્યો.એ દિવસો અદભુત હતા.કલાકો સુધી અમે બાપા પાસે બેઠા રહેતા.ન તેઓ કાંઈ બોલતા કે ન અમે.બોલવાની જરૂર પણ ન લાગતી.ન સમજાય એવી શાંતિ અને દિવ્યતાનો અનુભવ થતો.બસ મોજ હી મોજ,મસ્તી હી મસ્તી. એ વખતે નાની ઉંમર હતી.બહુ સમજણ પણ નહોતી.સમજણની જરૂર પણ નહોતી.એ બધું સમજણ અને તર્કની બહારના પ્રદેશનું હતું. બાદમાં જયારે રામકળષ્ણ પરમહંસ અને તેમના શિષ્યો, રમણ મહર્ષિ, પવહરિબાબા, મહર્ષિ યોગનંદ, જલારામ બાપા, સત દેવીદાસ અને અન્ય સંતોસહિતના પરમ અવસ્થાને પ્રાપ્ત કરનારા મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા ત્યારે સમજાયું કે એ બધાના જીવન,એમની સાધના તપヘુર્યા, એમના અનુભવો અને એમની અનુભૂતિઓમાં અને બાપાની જીવનયાત્રામાં કેટલું બધું સામ્ય હતું. બાપાનું જીવન અદભુત હતું. જન્મ્યા ત્યારથી એમના જીવનમાં અસામાન્ય ઘટનાઓ બનવા લાગી હતી.શેરીમાં રમવાની ઉંમરે તેઓ વગડામાં જઈ ધ્યાનમાં ગરકાવ થઈ જતા.બાપાનું નામ દેવશી હતું. બધા કહેતા કે દેવશી સંસારનો જીવ નથી. ખરેખર એવું જ હતું. વિધિના કોઈ લેખ પુરા કરવા એમના લગ્ન થયા. પુત્ર જન્મ થયો. એ પુત્ર બે વર્ષનો હતો ત્યારે ભરજુવાનીમાં પ્રચંડવૈરાગ્ય ભાવ હેઠળ એક રાત્રે તેમણે ઘર છોડી દીધું. કુટુંબ,માયા અને સંસાર સાથેનો છેલ્લો તાંતણો તોડીને તેઓ અંદરના અવાજને અનુસરી દાતાર પર આવ્યા અને દાતારમય બની ગયા. તેમણે કઠોર તપ કર્યું.દરરોજ ખભા પર પાણીની કાવડ ઉપાડીને દાતાર ચડવું,જૂનાગઢમાં થી કરિયાણું ખરીદી,ઉચકી અને દાતાર પહોંચવું,જગ્યામાં વાસીદુ કરવું અને ઢોર ચરાવવા જવું એ એમનો નિત્ય કર્મ હતો.આવી શરીર તોડી નાખતી મજૂરી કર્યા બાદ તેઓ રાત્રે પર્વતની શીલા પર બેસી ધ્યાનમાં બેસી જતાં. બાપા નિંદ્રાને જીતતા ગયા,અંદરથી જાગતા ગયા, મોહ, માયા, ક્રોધ, લાલચ, ભય, વાસના, ઈચ્છાઓ પર કાબુ મેળવતા ગયા. વર્ષોની આકરી તપヘદરેક વખતે દાતારબાપુ સધિયારો આપી જતા,વિશ્વાસ અપાવી જતાં.
ઉપલા દાતારનો ઈતિહાસઃ
જમિયલ શાહ દાતારના નામથી ઓળખાતા સંત અહી બિરાજમાન થયા હતા. સંત જમીયલ શાહ ઈરાનના તૂસ શહેરના વતની હતા. પોતાના ગુરુના આદેશથી તેઓ રા'માંડલિકના સમયમાં ઇ.સ.૧૪૭૦ની આસપાસ જુનાગઢ આવ્યા હતા. તેઓ ઉદાર અને ઓલિયા પુરુષ હતા. તેઓ હિન્દુ અને મુસ્લિમને સમાન ગણતાં. આજે પણ તેમના ચિલ્લાને બંને કોમના લોકો આદર આપે છે. બંને કોમના લોકો અહીં દર્શનાર્થે આવે છે. જૂનાગઢનાં નવાબ પણ આ જગ્યા માટે ખૂબજ આસ્થા ધરાવતા હતા. ઉપલા દાતારના બ્રહ્મલીન સંત પૂજ્ય પટેલ બાપુએ પચાસ વર્ષ સુધી નિઃસ્વાર્થ આ જગ્યાએ સેવા કરી હતી, અને આ જગ્યાના મહંતપદે પણ રહ્યા હતા. સમગ્ર જીવનકાળ દરમિયાન પટેલ બાપુ કયારેય નીચે આવ્યા ન હતા. હાલમાં જ્યારે પટેલ બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે, ત્યારે હિન્દુ-મુસ્લિમ બન્ને કોમના શ્રધ્ધાળુઓ તેમજ દાતાર બાપુના ભક્તો અને સેવકો પૂજ્ય બાપુની સમાધીના દર્શન કરવા ઉમટી પડે છે. દરેક શ્રધ્ધાળુઓ માટે વિશ્રામ તેમજ ભોજનની અનેરી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત દેશમાં ખુબ ઓછી એવી જગ્યાઓ છે કે, જ્યાં બંને કોમના લોકો ભક્તિભાવ પૂર્વક દર્શનાર્થે જતા હોય. આ દાતારની જગ્યા કોમી એક્તાનું અનેરુ ઉદાહરણ પુરુ પાડે છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
