તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 18th August 2026
ગોંડલના ભોજપરા ગામે ભેળસેળ યુકત ખાદ્યતેલ બનાવવાનું કારખાનું પકડાયુઃ રૂરલ એસઓજીનો દરોડો : જુઓ વિડિયો
મુરલીધર પ્રોટીન્સમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ખાદ્યતેલમાં ભેળસેળ કરાતી'તી! ર૯૯પ કિ.ગ્રા. ખાદ્યતેલનો જથ્થો જપ્ત તસ્વીરમાં પકડાયેલ શખ્સ ભેળસેળયુકત ખાદ્યતેલના જથ્થા સાથે નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૮: ગોંડલના ભોજપરા ગોમ મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામાં રૂરલ એસઓજીએ દરોડો પાડી ભેળસેળયુકત ખાદ્યતેલનો જથ્થો ઝડપી લીધો હતો.
પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય દ્વારા રાજકોટ જીલ્લામાં ખાદ્ય વસ્તુ માં ભેળસેળ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને રૂરલ એસઓજીએ ભોજપરા ગામની સીમ માં આવેલ પ્લોટ નં.૫૯/૭/૧, માં આવેલ મુરલીધર પ્રોટીન્સ નામ ના શેડમાં ખાદ્ય તેલ માં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા. હોય, તેવી ચોકકસ હકિકત આધારે હકીકત વાળી જગ્યાએ ફુડ સેફટી ઓફીસર ખોરાક અને ઓષધ નીયમન તંત્ર રાજકોટ ને સાથે રાખી રેઇડ કરતા જયદેવભાઇ પ્રભાતભાઈ ડાંગર, ઉ.વ.૨૬ ધંધો-વેપાર રહે.મોટા દળવા,નવા બસ સ્ટેશન પાછળ તા-ગોંડલ ખાદ્યતેલમાં ભેળસેળ કરતા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.
રૂરલ એસઓજીએ (૧) સન ગોલ્ડ સનફલાવર તેલ, (૨) કીંગ સનફલાવર તેલ, (૩) મહારાણી કપાસીયા તેલ તથા (૪) સોયાબીન તેલ મળી કુલ ખાધ તેલ ૨૯૯૫/ કી.ગ્રા. કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી.શાખાના પો.ઇન્સ. એફ.એ.પારગી, એસ.ઓ.જી શાખાના પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા, તથા એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, પો.હેઙ.કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, પો.કોન્સ પુથ્વીરાજસિંહ ડોડીયા તથા પો.કોન્સ નવદિપભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
