News of Tuesday, 18th August 2026
પોરબંદર લોકમેળાના રાઇડધારકોને સલામતીના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા કડક સૂચના
મહાનગરપાલિકા કમિશ્નર ટી.સી. તિરથાણીના અધ્યક્ષસ્થાને તથા નાયબ કમિશ્નર મનન ચતુર્વેદીની ઉપસ્થિતિમાં રાઈડધારકો સાથે બેઠક યોજાઈ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૮:આગામી તા. ૩ થી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન પાંચ દિવસ માટે યોજાનાર કળષ્ણસખા સુદામા જન્માષ્ટમી લોકમેળા-૨૦૨૬ને અનુલક્ષીને મહાનગરપાલિકા દ્વારા રાઈડ્સ ધારકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર શ્રી ટી.સી. તીરથાણીના અધ્યક્ષસ્થાને તથા નાયબ કમિશનર મનન ચતુર્વેદીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં એમ્યુઝમેન્ટ રાઈડ્સના પરમિટ, લાઇસન્સ, ફિટિંગ, સ્થાપન તેમજ સલામતીના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી. લોકમેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો વિવિધ રાઈડ્સનો આનંદ માણવા ઉમટવાના હોવાથી નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીએ રાઈડ ધારકોને તમામ નિયમો અને સલામતીના ધોરણોનું ચુસ્તપણે પાલન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી.
રાઈડ્સના સંચાલન દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી ન થાય અને રાઈડ્સ સંપૂર્ણપણે સલામત સ્થિતિમાં જ કાર્યરત કરવામાં આવે તે અંગે સૂચના અપાઈ હતી. બેઠક દરમિયાન લોકમેળામાં સ્થાપિત થનારી વિવિધ એમ્યુઝમેન્ટ રાઈડ્સ જેવી કે ચકડોળ, ઝુલા, હોળી, મીની ટ્રેન સહિતની અન્ય રાઈડ્સના ફિટિંગ તથા સ્થાપન કામગીરી અંગે જરૂરી તકનીકી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. રાઈડ્સ શરૂ કરતાં પૂર્વે જરૂરી તપાસ, સલામતી માપદંડો, તકનીકી પ્રક્રિયા તથા જરૂરી પરવાનગીઓ અંગે રાઈડ ધારકોને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડની કચેરીના અધિકારી, મહાનગરપાલિકાના સિટી ઈજનેર, નાયબ પોલીસ અધિક્ષક, સરકારી પોલીટેક્રિક કોલેજના મિકેનિકલ એન્જિનિયર, ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટીના નાયબ નિયામક, સહાયક વિદ્યુત નિરીક્ષક કચેરીના જુનિયર સહાયક વિદ્યુત નિરીક્ષક, નાયબ માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારી તથા ફાયર બ્રિગેડના ફાયર સેફટી ઓફિસર, જિલ્લા રાઈડ સેફટી એન્ડ ઈન્સ્પેક્શન કમિટીના સભ્યો સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને રાઈડ્સના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી કળષ્ણસખા સુદામા જન્માષ્ટમી લોકમેળો-૨૦૨૬ દરમિયાન રાઈડ્સનું ફિટિંગ અને સ્થાપન કામગીરી નિયત સલામતી માપદંડો અનુસાર થાય, જરૂરી તકનીકી તપાસ અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તથા નાગરિકોની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે સંબંધિત તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી હાથ ધરવા અંગે બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
