<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

પોરબંદર તિરૂપતિ સેવા ટ્રસ્‍ટ દ્વારા પપ૦ જરૂરીયાતમંદ પરિવારોને રાશનકીટ વિતરણ

રાશનકીટ વિતરણ સાથે થેલેસેમિયાના બાળ દર્દીઓના લાભાર્થે યોજાયેલા રકતદાન કેમ્‍પમાં ૬૦ વ્‍યકિતઓએ લોહી આપ્‍યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૮: તિરુપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૫૫૦ જરૂરિયાત મંદ પરિવારો માટે રાશન કીટ નું વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમ સાથે થેલેસેમીયા ના રોગથી પીડાતા બાળકો માટે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આ બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં ૬૦ વ્‍યક્‍તિઓએ રક્‍તદાન કરેલું જે વ્‍યક્‍તિએ રક્‍તદાન કરેલ તેને ભેટ રૂપે એક બ્‍લેન્‍ડર આપવામાં આવેલ હતું.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટય પરમ પૂજ્‍ય ગૌ. ૧૦૮ વસંતકુમાર મહોદય શ્રી ના હસ્‍તે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા મહાનગરપાલિકાના મેયર સાગરભાઇ મોદી તેમજ આ રાશન કીટ ના મુખ્‍ય દાતાશ્રી પરમ વૈષ્‍ણવ રમેશભાઈ ધડુક ના પુત્ર પરમ ભગવતી શ્રી સાવનભાઈ ધડુક તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ  ગોપાલભાઈ કોઠારી, અનિલભાઈ કારીયા, એડવોકેટ ભરતભાઈ લાખાણી, લોહાણા મહાજનના મંત્રી રાજુભાઈ લાખાણી, ડો. ગાંધી, લાખણશીભાઈ ગોરાણીયા, બ્રહ્મ ક્ષત્રિય સમાજના પ્રમુખ મુકેશભાઈ કકૈયા, મહેન્‍દ્રભાઈ કોટેચા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્‍થાની પ્રવળત્તિને લોકોએ બિરદાવેલ સાથે આ કીટના મુખ્‍ય દાતા રમેશભાઈ ધડુકના પુત્ર સાવનભાઈ ધડુકનું શાલ ઓઢાડીને પરમ પૂજ્‍ય ૧૦૮ વસંતકુમાર મહોદય દ્વારા સન્‍માન કરવામાં આવેલ ઉપરાંત સંસ્‍થા દ્વારા રમેશભાઈ ધડુકનું સન્‍માન પત્રક સાવનભાઈ ધડુકને અર્પણ કરવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજા તેમજ મિતાલીબેન કોટેચા દ્વારા કરવામાં આવેલ હતું

(1:14 PM IST)