News of Tuesday, 18th August 2026
જૂનાગઢના મેંદરડાના નતાળીયા ગામ નજીક વાઈલ્ડ વાડી કોટેઝ ફાર્મહાઉસ ખાતે મહેફીલ માણતા કુલ-૧૦ સ્ત્રી/પુરૂપ સહિતનાઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
બાતમીના આધારે ચેક કરતાં રૂમ નં.૪૦૨ માં કેટલાંક પુરૂષો તથા મહિલાઓ નશો કરેલ હાલતમાં તેમજ કેટલાક પુરૂષ તથા મહિલાઓ હાથમાં ગ્લાસ સાથે રાખી પીતા જોવામાં આવેલ

( વિનુ જોશી દ્વારા )જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી/વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા ઉપરી અધિકારીઓ તરફથી કડક સુચના થયેલ હોય. તેમજ મેંદરડા પો.સ્ટે વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી ગે.કા. પ્રવૃતિઓ વોચ રાખવા ગતરાત દરમ્યાન ફાર્મ હાઉસ ચેક કરવા સારુ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ સ્ટાફના માણસો મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન ફરતા-ફરતા મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નતાળીયા રોડ ઉપર પહોંચતાં સંયુક્તમાં બાતમી હકિકત મળેલ કે, "મેંદરડા તાલુકાનાં નતાળીયા ગામની હદમાં નજીકમાં આવેલ વાઈલ્ડ વાડી કોટેઝ ફાર્મમાં કેટલાંક શખ્શો તથા છોકરીઓ દારૂની મહેફિલ કરે છે." જે હકિકત આધારે પ્રોહી ક.૧૨૦(બી) ના ઠરાવ કરી હકિકત વાળા સ્થળ મેંદરડા તાલુકાનાં નતાળીયા ગામની હદમાં આવેલ "વાઈલ્ડ વાડી કોટેઝ ફાર્મ” નાં દક્ષિણ બારનાં સફેદ કલરનાં લોખંડનાં લાકડાનાં પાટીયાવાળા મુખ્ય દરવાજાં વાટે ચાલીને અંદર આગળ આવતાં પ્રથમ રીસેપ્સન ઓફિસ આવેલ જેની બાજુમાં થઈ મુખ્ય ફાર્મમાં પ્રવેશી ઉત્તર તરફ રૂમો/કોટેઝ તરફ જતાં ફુટપાથ ઉપર આગળ આવતાં જમણે દક્ષિણ બારનાં હારબંધ અલાયદા રૂમો/કોટેજો આવેલ છે. જે વારા-ફરતી ચેક કરતાં રૂમ નં.૪૦૨ માં કેટલાંક પુરૂષો તથા મહિલાઓ નશો કરેલ હાલતમાં તેમજ કેટલાક પુરૂષ તથા મહિલાઓ હાથમાં ગ્લાસ સાથે રાખી પીતા જોવામાં આવેલ જેમાં કંઈ પ્રવાહી ભરેલ હતું. જેથી તમામ પુરૂષો તથા મહિલાને જે-તે સ્થિતિમાં જ બેસી રહેવાં જણાવી સદરહું જગ્યાને સાથેનાં પોલીસ સ્ટાફ મારફતે કોર્ડન કરી લઈ તમામ વ્યકિતઓની ઝડતી કરતી મળી આવેલ મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ મેંદરડા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૯૨૬૦૨૪૦/૨૦૨૬ પ્રોહી ક.૬૬(૧)બી, ૬૫(એ)(એ), ૮૧, ૮૩ મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ.
પકડાયેલ આરોપી (૧) મેહુલભાઈ બાબુભાઈ વણાર ઉ.વ.૪૧ રહે.જૂનાગઢ ખામધ્રોળ રોડ, કેમ્બ્રિજ સોસાયટી, બ્લોક નં.૮૯,(૨) દિવ્યેશ ઉર્ફે શ્યામભાઈ ભરતભાઈ દંતાણી ઉં.વ.૩૩ રહે.પોરબંદર શહેર, રેલવેનાં પાટા પાસે, કુંભારવાડા(૩) અખિલભાઈ બળવંતભાઈ ભુવા ઉં.વ.૪૦ રહે.રાજકોટ, કોટેચા ચોક, જલારામ-૦૧ સોસાયટી. “અમી"(૪) અર્પિતભાઈ મનસુખભાઈ હિંગરાજીયા ઉં.વ.૩૯ ધંધો પ્રા.નોકરી રહે,જામ-જોધપર, બેરીસ્ટર ચોક, શેરી નં.૦૩, તા.જામજોધપુર, જિ.જામનગર.(૫) વિમલભાઈ ચીમનભાઈ ખાંટ ઉં.વ.૪૩ ધંધો વેપાર રહે.જામવાડી ગામ, ગાંધીચોક, તા.જામજોધપુર, જિ.જામનગર (૬) મીતભાઈ કરણભાઈ કંડોરીયા ઉ.વ.૨પ ધંધો વેપાર રહે,દાત્રાણા ગામ, તા. જામખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા(૭) રાજદીપભાઈ સોમાભાઈ બારીયા ઉં.વ.૨૦ ધંધો અભ્યાસ રહે, જામજોધપુર, આરામ ગૃહ રોડ, શેરી નં.૦૩, બ્લોક નં.૦૨, જિ.જામનગર(૮) કલ્પેશભાઈ શાંતિલાલભાઈ વાછાણી ઉ.વ.૩૯ ધંધો વેપાર રહે.જામવાડી ગામ, પંચાયત ઓફિસની બાજુમાં, તા.જામજોધપુર, જિ.જામનગર, મો.નં.૯૦૩૩૪-૫૭૪૯૩
· હાજર મળી આવેલ અટક કરવાની બાકીઃ-
(૯) જ્યોતિબેન ડૉ.ઓ. દિપકભાઈ શીદે ઉં.વ.૪૨ ધંધો મજૂરીકામ રહે.રાજકોટ શહેર, બેડીયાપરા વિસ્તાર, આંબાભગત શેરી, ગુલીસ્તાન એપાર્ટમેન્ટ, પ્રથમ માળ, બ્લોક નં.૧૦૨ તથા મુળ રહે.લાન્જા ગામ, જિ.રત્નાગીરી, રાજ્ય મહારાષ્ટ્ર
(૧૦) તન્ઝમબેન ડૉ.ઓ. ઈસ્માઈલબેગ મિર્ઝા ઉં.વ.૩૫ રહે.અમદાવાદ શહેર, રામોલ વિસ્તાર, જનતાનગર
Ø કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-
· (૧) કીગફિશર ફોર સેલ ઈન પંજાબ ઓન્લી લખેલ બીયરની ખાલી બોટલ કુલ નંગ -૦૫, કિં.રૂ.૦૦/-
· (૨) લાલાશ પડતુ પ્રવાહી ભરેલ ગ્લાસ માંનુ પ્રવાહી ખાલી પાણીની બોટલમાં કિં.રૂ.૦૦/-
· (૩) સીંગ-દાણા વિગેરેની ખાલી કોથળીઓ તથા સોડાની ખાલી બોટલ નંગ - ૦૧ તથા કીંગફિશર કંપનીની ખાલી બીયર બોટલ નંગ - ૫ તથા ખાલી પ્લાસ્ટીકનાં ગ્લાસ નંગ - ૦૭ તમામ કિં.રૂ.00/-
· (૪) મારૂતિ સુઝુકી કંપનીની બ્રેઝા ફોરવ્હિલ કાર રજી.નં.જીજે-૧૦-ડીએ-૭૫૬૭ ની કિં.રૂ.૧,૫૦,૦૦૦/-
· (૫) ૫૦૦ એમ.એલ. ની બર્ડવાયઝર મેગનમ બીયર બોટલ નંગ - ૦૩ કિ.રૂ.૪૩૨/-
· (૬) ૫૦૦ એમ.એલ. ની કીંગ ફીશર સ્ટ્રોંગ ક્લાસીક પ્રીમયમ બીયર બોટલ નંગ - 03 ની કિં.રૂ.૩૭૫/-
· (૭) અલગ-અલગ મોબાઈલ ફોન નંગ – ૦૯ જેની કુલ કિં.રૂ.૪૫,૦૦૦/- કુલ કિ.રૂ.૧,૯૫,૮૦૭/-
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કૃણાલ એમ. પટેલ તથા પો. સબ ઇન્સ. ડી.પી.ભાટી તથા એ.એસ.આઇ. સરમણભાઇ સોલંકી, પોલીસ હેડ કોન્સ. જાદવભાઈ સુવા તથા પોલીસ કોન્સ. નિલેશભાઈ રાતીયા, દેવેનભાઈ સિંધવ, જીજ્ઞેશભાઈ બકોત્રા તથા મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કોન્સ. રસીદાબેન બેલીમ, હેતલબેન બાખલકીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
