<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

જૂનાગઢના બિલખા વિસ્તારના બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાના કીમિયો ક્રાઇમ બ્રાન્ચે નિસ્ફળ બનાવ્યો :આઇસર ટ્રકમાં પતરાના પલંગની આડમાં દમણ ખાતેથી લવાયેલ વિદેશી દારૂના ચપટા નંગ-૩૯૬૦ સહીત 10 લાખથી વધુના મુદામાલ સાથે આરોપી ઝડપાયો

આઇસર ટ્ર્કના ઠાઠામાં તપાસ કરતા પતરાના પલંગની આડમાં છુપાવેલ વિદેશી દારૂના ચપટા મળ્યા : બે અન્ય શખ્શોના નામ ખુલ્યા

જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી/વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા ઉપરી અધિકારીશ્રીઓ તરફથી કડક સુચના થયેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના માણસોને સંયુક્તમાં ખાનગી બાતમીદારો મારફતે ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, તોફીક સતારભાઇ ચૌહાણ રહે. બિલખા વાળો પોતાના હવાલાની આઇસર રજી.નં.જીજે-૧૪-ઝેડ-૭૫૮૨માં ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી માણેકવાડા થી બિલખા તરફ આવે છે. તેવી મળેલ ચોકકસ હકિકત આધારે ખા.વા. રોડ પર રાખી પોલીસ સ્ટાફના માણસો માણેકવાડા થી બિલખા તરફ જતા રોડ પર વોચમાં રહેતા શોભવડાલા તરફથી એક આઇસર આવતી જોવામાં આવતા જે આઇસરને હાથબતી તથા લાકડી વડે ઇશારા કરી આઇસર ટ્રક રોકાવતા મજકુર આઇસરનો ચાલક આઇસર સાથે ભાગવા જતા ખા.વા. આડું રાખી આઇસર ઉભું રખાવી આઇસરના ચાલકને નીચે ઉતારી આઇસર ટ્રકના જોતા ઠાઠામાં પતરાના પલંગો જોવામાં આવતા જે પતરાના પલંગો ચેક કરતા પલંગના ઉપરના ભાગનું પતરૂ અમુક અંતરે સ્ક્રુ વડે ફિટ કરેલ જોવામાં આવેલ. જે પૈકી એક પલંગનું પતરૂ ઉચકી ચેક કરતા પુંઠાની પેટીઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો હોય જેથી તમામ પતરાના ફિંટીંગ કરેલ પલંગોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો બહાર કાઢી તમામ મુદામાલ કબ્જે કરી હાજર મળી આવેલ શખ્શની ધોરણસર અટક કરી દારૂ બાબતે પુછપરછ કરતા સદરહુ દારૂ ભરેલ આઇસર ટ્રક નદીમ હનીફભાઇ ચૌહાણ તથા ગુલામેમુસ્તુફા રજાકભાઇ માલવીયા (રહે. બંન્ને બિલખા વાળા)ઓએ સેલવાસ પાસેથી આપી બિલખા સુધી પહોંચાડી તેઓને આપવાનો હોય. પ્રોહીબીશન ધારા હેઠળ વિસાવદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૭૦૨૬૦૩૫૦/૨૦૨૬ પ્રોહી ક.૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧ મુજબ ગુન્હો રજી કરવામાં આવેલ.

 

 

Ø  પકડાયેલ આરોપીઓના નામ, સરનામા-

· (૧) તોફીક સ/ઓ સતારભાઇ જમાલભાઇ ચૌહાણ, ઉ.વ. ૩૯, ધંધો. ડ્રાઇવીંગ રહે. બિલખા, મસ્જીદ ચોક, મસ્જીદ પાસે તા.જી. જૂનાગઢ

 

 

Ø  પકડવાના બાકી આરોપીઓના નામ, સરનામા-

· (૨) નદીમ હનીફભાઇ ચૌહાણ રહે. બિલખા તા.જી. જૂનાગઢ

· (૩) ગુલામેમુસ્તુફા રજાકભાઇ માલવીયા રહે. બિલખા જી. જૂનાગઢ

 

 

Ø  કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-

· (૧) ભારતીય બનાવટના અલગ-અલગ બ્રાન્ડના દારૂના ચપટા નંગ- ૩૯૬૦ કિ.રૂા.૫,૩૪,૪૮૦/-

· (૨) મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂ.૧૦,૦૦૦/-,

· (૩) પતરાના પલંગ નંગ-૬ કિ.રૂા.૧૨,૦૦૦/-

· (૪) રોકડા રૂા.૯૪૦/-

· (૫) આઇસર ટ્રક રજી.નં.જીજે-૧૪-ઝેડ-૭૫૮૨ કિ.રૂા.૫,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ.૧૦,૫૭,૪૨૦/-

 

        આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કૃણાલ એમ. પટેલ તથા પો.સ.ઇ. ડી.પી.ભાટી તથા એ.એસ.આઇ. સામતભાઇ બારૈયા તથા પો.હેડ કોન્સ. ભનુભાઇ ઓડેદરા, પ્રતિકભાઇ ઠાકર, પૃથ્વીરાજસિંહ વાળા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(7:13 PM IST)