<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કચ્છ જિલ્લા પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી સંગઠનને વધુ સુદ્ઢ સશક્ત અને સક્રિય બનાવવા માંર્ગદર્શન આપ્યું

ભુજ ખાતે ભાજપાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આયોજિત કચ્છ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ યોજાયો

ગાંધીનગર :ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આજે ભુજ ખાતે ભાજપાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આયોજિત કચ્છ જિલ્લા પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યઓ, વરિષ્ઠ આગેવાનો સાથે સંવાદ કરી સંગઠનને વધુ સુદ્રઢ, સશકત અને સક્રિય બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

આ અવસરે રાજ્ય સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, ભાજપાના વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રભારી ફલજીભાઈ ચૌધરી, ધારાસભ્યઓ, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(8:38 PM IST)