તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
જૂનાગઢમાં દૂધ ડેરીમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવાના કેસમાં પિતા-પુત્રની ધરપકડ
આરોપીઓએ નોકરી અપાવવાના બહાને અલગ-અલગ કારણો દર્શાવી ફરિયાદી પાસેથી રૂ.1.29 લાખ પડાવી લીધા બાદમાં નોકરી ન મળતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો

જૂનાગઢમાં દૂધ ડેરીમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવાના કેસમાં પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ નોકરી અપાવવાના બહાને અલગ-અલગ કારણો દર્શાવી ફરિયાદી પાસેથી કુલ રૂ.1.29 લાખ પડાવી લીધા હતા. બાદમાં નોકરી ન મળતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે છેતરપિંડી કરનાર પિતા-પુત્રને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી કોરા ચેક, દૂધ ડેરીના ફોટોગ્રાફ, ડેરીના નામનો સ્ટેમ્પ તેમજ સરકારી રેવન્યુ ટિકિટોવાળું સાહિત્ય મળી આવ્યું છે. પોલીસે તમામ વસ્તુઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
