હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 18th August 2026
ગોંડલના જામવાડી અને ખાડિયા GIDC સહિત તુલસી તથા ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજ ત્રિપિંગ અને લો-વોલ્ટેજની ગંભીર સમસ્યા
અનિયમિત વીજ પુરવઠાને કારણે ઉદ્યોગકારોને ભારે મુશ્કેલી: ઉદ્યોગકારોએ PGVCL અને GETCO કચેરીએ ઉગ્ર રજૂઆત કરી

ગોંડલના જામવાડી અને ખાડિયા GIDC સહિત તુલસી તથા ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ત્રિપિંગ અને લો-વોલ્ટેજની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અનિયમિત વીજ પુરવઠાને કારણે ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ઉદ્યોગકારોએ PGVCL અને GETCO કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. ઉદ્યોગકારોના આક્ષેપ મુજબ બંને વિભાગના અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળતા જોવા મળ્યા હતા. વીજ સમસ્યાના કારણે GIDCના ઉદ્યોગકારોને દૈનિક અંદાજે રૂ. 1 કરોડનું નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો છે. આગામી ત્રણ દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ફેક્ટરીઓ બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉદ્યોગકારોએ ઉચ્ચારી છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
