<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

વઢવાણમાં વાહન હડફેટે માતા-પુત્રના મોત

લખતર તાલુકા પંચાયતનાં અધિકારીને ગંભીર ઇજાઃ તેના પત્‍નિ દિપિકાબેન પરમાર અને પુત્રના મોતથી અરેરાટી

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯: સુરેન્‍દ્રનગરમાં અકસ્‍માતોની સંખ્‍યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગરના વઢવાણ લખતર રોડ ઉપર આવેલી પેપરમિલ નજીક અકસ્‍માત સર્જાયો છે જેમાં લખતર તાલુકા પંચાયત ખાતે વિભાગમાં ટેકનિકલ આસિસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવતા અધિકારીને ગંભીર ઈજા થઈ છે અને તેમના પત્‍ની અને દીકરા નું ઘટના સ્‍થળે મોત નિપજવા પામ્‍યું છે.

વઢવાણ લખતર રોડ ઉપર બે દેદાદરા ગામ થી આગળ આવેલી પેપર મિલ નજીક બાઇક લઇ અને ટેકનિકલ આનમાં ફરજ બજાવતા અધિકારી રવિભાઈ ચંદ્રકાંતભાઈ પરમાર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્‍યા વાહન ચાલક દ્વારા તેમને ટક્કર લગાવવામાં આવી હતી જેને લઇને ગંભીર ઇજાઓ તેમને પહોંચવા પામી હતી.

ત્‍યારે તેમને હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્‍યા હતા પરંતુ તેમની સાથે બાઈકમાં સવાર દીપિકાબેન રવિભાઈ પરમાર ઉંમર વર્ષ ૩૦ અને તેમના પુત્ર ને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્‍યારે તેમને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્‍થળે બંનેનું મોત નીપજવા પામ્‍યું હતું ત્‍યારે આ અંગે વઢવાણ પોલીસને જાણ કરવામાં આવતા વઢવાણ પોલીસ તાત્‍કાલિક ત્‍યાં દોડી ગઈ હતી.

અને બંને મળતદેહને પીએમ માટે સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા અને આ અંગે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્‍યારે અજાણ્‍યું વાહન અકસ્‍માત સર્જી અને ફરાર બની જવા પામ્‍યો છે ત્‍યારે આ અંગે હાઇવે ઉપરના સીસીટીવી ફૂટેજ તેમજ અન્‍ય સોર્સની મદદથી કોના દ્વારા આ અકસ્‍માત સર્જવામાં આવ્‍યો છે તેને પણ વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે.

(11:00 AM IST)