News of Wednesday, 19th August 2026
ભાવનગરમાં કૂવામાં પડતાં ત્રણ યુવકોના રહસ્યમય મોતના મામલે રાજ્ય સરકાર એક્શનમાં
ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી

ભાવનગરમાં કૂવામાં પડતાં ત્રણ યુવકોના રહસ્યમય મોતના મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ડીજીપી જી.એસ. મલિક, લો એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમાર પાંડિયન, IBના વડા અશોકકુમાર યાદવ અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવી હતી. SMCના SPને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવ્યા છે. સમગ્ર તપાસ બાદ ગૃહ વિભાગ દ્વારા આજે કોઈ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
