તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
આટકોટના ડોડીયાળા ગામે યુવકની લાશ મળી

(કરશન બામટા દ્વારા) આટકોટ તા.૧૯: આટકોટના ડોડીયાળા ગામે વાડીના કુવામાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ આટકોટના ડોડીયાળા વાડીના કુવામાં લાશ પડી હોવાની જાણ થતા ઘટનાસ્થળે જસદણ ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને વાડી માલીક અમિતભાઇ રામાણીની વાડીના કુવામાં યુવક સાયનિશ (ઉ.વ.૩૦)ની લાશ મળી આવી હતી. જસદણ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આટકોટ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ હાથધરી છે
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
