તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 19th August 2026
હર ઘર તિરંગા દ્વારા શહીદો અને ક્રાંતિકારીઓને સાચી ભાવાંજલી અપાશે
૧૪૦ કરોડ ભારતીય માટે રાષ્ટ્રીય ઉત્સવ ગણાવતા જિલ્લા ભાજપના પ્રમુખ ઢોલરીયા મહામંત્રી માકડીયા તથા ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ સુવા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૧૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી ઘર ઘર તિરંગા અભિયાન હવે માત્ર એક સરકારી કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતા સમગ્ર દેશનો સામાજિક અને રાષ્ટ્રીય ઉત્સવ બની ગયો છે આ અંગે રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના કાર્યદક્ષ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રી રવિભાઈ માકડીયા અને ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવાએ જણાવેલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા નિર્માણ કરવામાં આવેલ વિશ્વની સૌથી મોટી અને મહાન લોકશાહીની જાળવણી અને મજબૂતાઈ વધારતી આ તિરંગા યાત્રા ખરા અર્થમાં દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવાની દુરંદેશી ભર્યું દ્રષ્ટિબિંદુ ધરાવે છે આ અભિયાન દેશના પ્રત્યેક નાગરિકના હૃદયમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાની અનોખી પ્રેરણા આપે છે વિવિધ ઉપાસના પદ્ધતિઓ, ધર્મ, આચરણ તેમજ અનેક ભાષાઓ અને પ્રણાલીઓ ધરાવતા ૧૪૦ કરોડની જનસંખ્યા વાળા આ વિશાળ દેશને એકકીયનો સ્પષ્ટ સંદેશો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપ્યો છે.
દેશના કરોડો ઘરો પર લહેરાતો તિરંગો લોકોના હૃદયમાં જાગેલી અખૂટ રાષ્ટ્ર ભાવના નું પ્રતીક છે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘેર ઘેર ઉત્સવ પૂર્વક ફરકતો તિરંગો નવી પેઢીમાં રાષ્ટ્રભાવનાના સિંચનની સાક્ષી પૂરે છે દેશભક્તિની પ્રબળ પ્રચંડ પ્રેરણા આપે છે.
વધુમાં અલ્પેશભાઈ ઢોલરીયા, રવિભાઈ માકડીયા અને દીપકભાઈ સુવાએ જણાવેલ છે કે આજે નવી પેઢી પણ ગર્વથી તિરંગો લહેરાવે છે અને દેશપ્રેમ વ્યક્ત કરે છે જે આવનારા સમયમાં આપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે અત્યંત જરૂરી પાયાની આવશ્યક અને મહત્વની બાબત છે ભારત આઝાદીના આટલા વર્ષો પછી દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સૌ નાગરિકોને આ અભિયાનમાં સક્રિય પણે જોડાઈને રાષ્ટ્રીય પર્વને એક ભવ્ય ઉત્સવ તરીકે મનાવવા અનુરોધ કર્યો છે દેશમાં રાષ્ટ્રપ્રેમનું આ વાતાવરણ કાયમ રહે તે માટે સૌને પોતાના ઘર અને કાર્યાલય પર તિરંગો અચૂક લહેરાવવા ભાવપૂર્ણ જાહેર અપીલ કરેલ છે. ( તસ્વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
