તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
ભેંસાણના સુખપુરમાં ૩.૮પ લાખની ચોરીમાં ર મહિલા સહિત ૩ ઝડપાયા
ભેંસાણ પોલીસે સોનાના દાગીના સહિત મુદામાલ જપ્ત કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૮: ફરીયાદી મયુરભાઇ દિલસુખભાઇ પટોળીયા રહે. સુખપુર તા. ભેંસાણ જી. જુનાગઢ વાળાના ઘરમાંથી કિ.રૂા. ૩,૮પ,૦૦૦ ના સોના ચાંદીના દાગીનાની તથા દુકાનના દસ્તાવેજની કોઇ અજાણ્યો ઇસમ ચોરી થયેલાની તપાસ દરમ્યાન જણાયેલ હોય જે મુજબની રીયાદ ભેંસાણમાં થઇ હતી.
ત્યારબાદ પોલીસે લતા ગોપાલભાઇ ગભરૂભાઇ વાડોદરીયા જાતે દેવીપૂજક (ઉ.ર૦) ધંધો ઘરકામ, ગોપાલ ગભરૂભાઇ વાડોદરીયા જાતે દેવીપૂજક (ઉ.ર૦) ધંધો મજૂરી, મંજૂ ગભરૂભાઇ કુકાભાઇ વાડોદરીયા જાતે, દેવીપૂજક ઉ.પ૩ ધંધો ઘરકામ તમામ રહે. મેંદપરા, ગામ નદીના સામાકાંઠે તા. ભેંસાણ જી. જુનાગઢની ધરપકડ કરીને ચાંદીના દાગીના કિ. રૂા. ૩,૮પ,૦૦૦ મુદામાલ જપ્ત કરેલ છે. આ કામગીરી ભેંસાણ પોલીસ સ્ટે. પો. ઇ. એન. એન. તળાવીયા, પો. સ. ઇ. ઓ. આઇ. સીદી, પો. હેડ કો. કિશોરભાઇ કેશુભાઇ, બળવંતસિંહ નાથાભાઇ, રોહિતસિંહ રામસિંહ, પો. કો. કિરીટસિંહ ધીરૂભાઇ, ભાવેશભાઇ કાળાભાઇ, કલ્પેશભાઇ રામદેભાઇ, સંજયભાઇ જીણાભાઇ, સાગરભાઇ સીદાભાઇ, લાખાભાઇ અમરાભાઇ વિ. પો. સ્ટાફે કરી છે
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
