<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

રાજકોટ, સૂરેન્‍દ્રનગર, કચ્‍છ જીલ્લામાં વીજ ટીમોના મોટા પાયે દરોડાઃ સવા સાત કરોડની વીજચોરી ઝડપાઇ

રાજકોટના જામગઢમાં ઇમીટેશન પેઢીને ૬૫ લાખનું બીલ ફટકારાયું...

રાજકોટ તા.૧૯: રાજકોટ, સૂરેન્‍દ્રનગર તથા કચ્‍છ જીલ્લામાં વીજ ટીમોએ સતત દરોડાનો દોર ચલાવી સવા સાત કરોડની પાવર ચોરી ઝડપી લીધાનું અધીકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

રાજકોટ રૂરલ વિસ્‍તારમાં ૬૦ થી વધૂ ટીમો માલીયાસણ, આણંદપર, હડાળા, વિજયનગર, ડેડકદળ, ભૂપગઢ, જંગવડ, કોટડાસાંગાણી, રામપરા સહિતના ૨૫ થી વધૂ ગામોમાં ત્રાટકી હતી, આ દરમિયાન ૨ હજારથી વધૂ કનેકશનો ચેક કરતા ૨૦૦થી કનેકશનોમાં ગેરરિતી ઝડપાતા અઢી કરોડના બીલો ફટકાર્યા છે.

ઉપરોકત દરોડા દરમિયાન ત્રંબા પાસેના જામગઢમાં આવેલ ઇમીટેશન ભઠ્ઠીમાં અધીકારીઓ ત્રાટકયા હતા, જેમાં ડાયરેકટ વીજચોરી ઝડપાતા ૬૫ લાખનું બીલ ફટકારાયું છે.આ ઉપરાંત સૂરેન્‍દ્રનગર જીલ્લામાં ૪૦ થી વધૂ ટીમો દરોડા પાડી ૩ હજારથી વધૂ કનેકશન ચેક કરતા ૫૦૦થી વધૂ કનેકશનમાં વીજચોરી ઝડપાતા ર કરોડ ૬૦ લાખના તો અંજારમાં ૧૬૫ કનેકશનમાં વીજ ચોરી ઝડપાતા ૨ કરોડ ૩૫ લાખના વીજ બીલો ફટકારાયા છે.

(11:55 AM IST)