News of Wednesday, 19th August 2026
વાહન અડફેટે દીપડીનું મોત
સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઈવે પર સિંગચર અને બરૂલા ગામ વચ્ચેની ઘટના, અજાણ્યા વાહનચાલકને શોધવા વન વિભાગની કવાયત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઈવે પર સિંગચર અને બરૂલા ગામ વચ્ચે રાત્રિના સમયે માર્ગ ઓળંગી રહેલા એક ૫ થી ૯ વર્ષની માદા દીપડીને અજાણ્યા વાહને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, સિંગચર અને બરૂલા ગામ વચ્ચેના સ્ટેટ હાઈવે પરથી રાત્રિના સમયે એક માદા દીપડી રસ્તો ઓળંગી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા વાહને દીપડાને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે દીપડાને ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું.
ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતાં વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે મળત દીપડીનો કબજો મેળવી નિયમ મુજબ પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
વન વિભાગ દ્વારા દીપડીના મોત અંગેની સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત કરનાર અજાણ્યા વાહન અને તેના ચાલકને શોધવા માટે હાઈવે આસપાસના વિસ્તારની માહિતી તેમજ અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફરાર વાહનચાલકની ઓળખ થયા બાદ તેની સામે વન્યજીવ સંરક્ષણ સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
