News of Wednesday, 19th August 2026
મૌન અનુષ્ઠાન સાથે સનાતન પરંપરાનો યજ્ઞ : શ્રાવણ માસમાં બોરડા ગામે વિખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા હોમાત્મક લઘુરુદ્ર અને શિવ ઉપાસના : જુઓ વિડીયો
છેલ્લાં ૧૩ વર્ષથી વતન બોરડા ખાતે ચાલી રહી છે ધર્મ-સંસ્કૃતિની આરાધના : ગજાનંદભાઈ શુકલજી અને ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે શક્તિ વંદના અને કૃષ્ણ વંદનાના ત્રિવેણી સંગમથી સમગ્ર પંથક ભક્તિમય

ઈશ્વરિયા: ગોહિલવાડ અને સૌરાષ્ટ્રના વિશ્વપ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર સનાતન પરંપરા અનુસાર લોકસાહિત્ય અને સંસ્કૃતિ ગાન સાથે ધાર્મિક આરાધના કરી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તેઓ પોતાના વતન બોરડા ગામે સંપૂર્ણ મૌન અનુષ્ઠાન ધારણ કરીને હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ દ્વારા ભગવાન શિવની વિશેષ ઉપાસના કરી રહ્યા છે. શ્રાવણ માસ અને નવરાત્રી જેવા પવિત્ર દિવસોમાં પરમતત્વની સનાતન આરાધના કરતા માયાભાઈ આહિર આ યજ્ઞ થકી સૌના કલ્યાણ અને વિશ્વશાંતિની મંગળ ભાવના વ્યક્ત કરી રહ્યા છે. શિવ આરાધનાની સાથે સાથે અહીં શક્તિ વંદના અને શ્રી કૃષ્ણ વંદનાનો પણ સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે.
**છેલ્લાં ૧૩ વર્ષથી વતનમાં યોજાય છે સનાતન પરંપરાનો ધર્મ ઉપક્રમ:**
ગોહિલવાડથી લઈને સમગ્ર સૌરાષ્ટ્ર, દેશ અને વિદેશમાં પોતાની લોકકળા માટે જાણીતા માયાભાઈ આહિર છેલ્લાં ૧૩ વર્ષથી પોતાના વતન બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન આ સનાતન પરંપરા જાળવી રાખીને યજ્ઞ આહુતિ અર્પણ કરે છે. સનાતન શાસ્ત્ર પરંપરા અનુસાર ગજાનંદભાઈ શુકલજી અને વિદ્વાન ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. ધર્મ અને સંસ્કૃતિના આ પવિત્ર ઉપક્રમમાં ધાર્મિક, સામાજિક અને કળા ક્ષેત્રના અનેક અગ્રણી મહાનુભાવો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહીને યજ્ઞ નારાયણના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
