<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ગુજરાત કેશરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીની મહિલા ખેલાડીએ બ્રાન્ચ મેડલ જીત્યો

મોરબીના શનાળાની મનીષા પ્રદ્યુમનભાઈ જોશીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીતીને ગૌરવ વધાર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજકોટ ખાતે ગત તારીખ 16 ઓગસ્ટ ને રવિવારના રોજ ગુજરાત કેશરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં મોરબીની મહિલા ખેલાડીએ બ્રોન્ઝ મેડલ જીતીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.

   ગુજરાત કેશરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીના શનાળાની મનીષા પ્રદ્યુમનભાઈ જોશીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સિદ્ધિ મેળવીને તેમણે મોરબી જિલ્લાનું, પરિવારનું અને તેમના જીમ ટ્રેનરનું નામ રોશન કર્યું છે. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહ્યા છે.

(9:58 PM IST)