<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

વિસાવદર અસ્મિતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિરાધાર લોકોને રાશન કીટ વિતરણ

છેલ્લા ત્રણ માસથી તેઓ રાશન કીટ વિતરણ કરી વિધવા બહેનો, વૃદ્વ વડીલો, અપંગ લોકોની પેટની આંતરડી ઠારી રહ્યા છે

વિસાવદર : અહીંના ભરતભાઈ દાફડાના જણાવ્યા અનુસાર વિસાવદરમાં વસતા ગરીબ નિરાધાર અને વિધવા વૃદ્ધ માતાઓ વડીલો અપંગ લોકોને અસ્મિતા ફાઉન્ડેશન ટ્રસ્ટ વિસાવદર દ્વારા છેલ્લા ત્રણ માસથી અનાજ રાશન કીટ ભરતભાઈ પુનાભાઈ દાફડા તેમજ એમના પુત્ર રાહુલભાઈ ભરતભાઈ દાફડા દ્વારા આપવામાં આવી રહ્યું છે. પવિત્ર શ્રાવણ માસમાં ભરતભાઈ ગરીબ જરૂરીયાતમંદ લોકો સુધી જાય છે. અને ગરીબ લોકોના આશીર્વાદ મેળવે છે. છેલ્લા ત્રણ માસથી તેઓ રાશન કીટ વિતરણ કરી વિધવા બહેનો, વૃદ્વ વડીલો, અપંગ લોકોની પેટની આંતરડી ઠારી રહ્યા  છે. આ સેવા કાર્યમાં સહભાગી બનવા સૌને ભરતભાઈ દાફડાએ અનુરોધ કર્યો છે.

(10:34 PM IST)