હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 19th August 2026
ભાવનગર પંથકના લઠ્ઠાકાંડની તપાસ એસએમસીના પીઆઈ જાડેજાને સોપાઈ
ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીધા બાદ ૪ વ્યક્તિના મોત મામલાના પડઘા છેક પાટનગર સુધી પહોંચ્યા :રોયલ સ્ટેગ લઠ્ઠાકાંડ પ્રકરણમાં પીઆઇ બન્યા ફરિયાદી,

સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ભાવનગર પંથકના લઠ્ઠાકાંડની તપાસ એસએમસીના પીઆઈ જાડેજાને સોપાઈ છે
ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીધા બાદ ૪ વ્યક્તિના મોત મામલાના પડઘા છેક પાટનગર સુધી પહોંચ્યા બાદ એસએમપીના એસપી મયુર ચાવડા, પીઆઈ પીબી જેબલિયા સહિતનો કાફલો ભાવનગર દોડી ગયો હતો
રોયલ સ્ટેગ લઠ્ઠાકાંડ પ્રકરણમાં પીઆઇ ફરિયાદી બન્યા છે, આ ચકચારી પ્રકરણની તપાસ અગાઉ રાજકોટમાં નાર્કોટિક્સ અંગેની પ્રશંસનીય કામગીરી બજાવી ચૂકેલા હાલ એસએમસીમાં ફરજ બજાવતા પીઆઇ સંજયસિંહ જાડેજાને લઠ્ઠાકાંડની તપાસ સોંપવામાં આવી છે
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
