News of Thursday, 20th August 2026
મોરબીમાં પૈસાની માથાકૂટમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલો આરોપી પતિ ભાણવડથી ઝડપાયો.
મોરબી તાલુકા પોલીસે આરોપીને ચોખડા ગામની સીમ તા. ભાણવડ ખાતે સીમ વિસ્તારમાંથી ઝડપી લઈને વધુ તપાસ ચલાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના જુના રફાળેશ્વર રોડ પર પૈસાની માથાકૂટમાં પત્નીને માથામાં લોખંડનો હથોડો ફટકારી હત્યા કરી ફરાર થયેલા આરોપી પતિને પોલીસે ભાણવડ તાલુકાના ચોન્ખડા ગામની સીમમાંથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ભડિયાદ ગામ જુના રફાળેશ્વર રોડ પર આવેલ આધ્યાશક્તિ પેપરમિલના કારખાનામાં એટીબી કુવા પાસે ગત તા. ૧૭ ના રોજ હત્યાનો બનાવ બન્યો હતો જેમાં ડીલીવરી સમયે દીકરીને રૂપિયાની લેતીદેતીની માથાકૂટમાં આરોપી ભુરાભાઈ બુધિયાભાઈ કટારા (રહે મૂળ એમપી વાળા ) એ પત્ની શાંતાબેનની હત્યા કરી હતી હત્યાના બનાવ મામલે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી હત્યા બાદ આરોપી પતિ ભુરાભાઈ બુધીયાભાઈ કટારા ફરાર થયો હતો જેની તપાસ ચલાવતા મોરબી તાલુકા પોલીસે આરોપીને ચોખડા ગામની સીમ તા. ભાણવડ ખાતે સીમ વિસ્તારમાંથી ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
