<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

લોકસાહિત્‍ય સંસ્કૃતિ ગાન સાથે સનાતન પરંપરા યજ્ઞ આહુતિ અર્પતા માયાભાઈ આહિર

શ્રાવણ માસ દરમિયાન મૌન અનુષ્‍ઠાન સાથે બોરડા ગામે થઈ રહેલ શિવ ઉપાસના

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૦: લોકસાહિત્‍ય સંસ્‍કળતિ ગાન સાથે  માયાભાઈ આહિર સનાતન પરંપરા યજ્ઞ આહુતિ અર્પતા રહ્યાં છે. શ્રાવણ માસ દરમિયાન બોરડા ગામે મૌન અનુષ્ઠાન સાથે હોમાત્‍મક લઘુરુદ્ર દ્વારા શિવ ઉપાસના થઈ રહી છે.

ગોહિલવાડ સૌરાષ્‍ટ્રના લોકસાહિત્‍ય માટે પ્રસિધ્‍ધ  માયાભાઈ આહિર શ્રાવણ માસ અને નવરાત્રીમાં પરમતત્‍વની સનાતન ઉપાસના કરતાં રહે છે. બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન મૌન અનુષ્ઠાન સાથે હોમાત્‍મક લઘુરુદ્ર યજ્ઞ દ્વારા શિવ ઉપાસના થઈ રહી છે અને તેઓ સૌનાં કલ્‍યાણની ભાવના વ્‍યક્‍ત કરતાં રહ્યાં છે. આ સાથે જ શક્‍તિ વંદના તથા શ્રી કળષ્‍ણ વંદના પણ થઈ રહેલ છે.

ગોહિલવાડથી લઈ સૌરાષ્‍ટ્ર સહિત દેશ વિદેશમાં લોકસાહિત્‍ય સંસ્‍કળતિ ગાન સાથે  માયાભાઈ આહિર છેલ્લાં ૧૩ વર્ષથી વતન બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન આ સનાતન પરંપરા યજ્ઞ આહુતિ અર્પતા રહ્યાં છે.

સનાતન શાષા પરંપરા અનુસાર  ગજાનંદભાઈ શુકલજી અને ભૂદેવોનાં મંત્રોચાર સાથે યજ્ઞ આહુતિ અર્પતા રહ્યાં છે, આ ધર્મ સંસ્‍કળતિનાં આ ઉપક્રમમાં ધાર્મિક, સામાજિક અને કળાક્ષેત્રનાં મહાનુભાવો અને શુભેચ્‍છકો યજ્ઞ નારાયણ દર્શન લાભ લેતાં રહે છે.

(11:24 AM IST)