<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

જુનાગઢ જિલ્લામાં જુગાર દરોડાઃ ૩૩ ઝડપાયા

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૦: જુનાગઢ જિલ્લામાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી ૩૩ જુગારીઓને પકડી પાડ્‍યા હતા. જોકે ૨ જુગારી ફરાર થઇ જતાં પોલીસે તપાસ હાથ  જુગારીઓ પાસેથી રોકડ સહિત ૩.૪૩ લાખનો મુદામાલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ભેસાણ તાલુકાના સામતપરા ગામના ભીમભાઈ મેરામભાઈ ગરસડીયા પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્‍યો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા અશોકભાઈ ભગુભાઈ વાંક, બહાદુરભાઈ ગોલણભાઈ ચાંક, મહેશભાઈ જગુભાઈ ખુમાણ, મીતરાજભાઈ પ્રતાપભાઈ વાક, અશ્વીનભાઈ વિનુભાઈ વેગડા, શાંતુભાઈ રામભાઈ શેખવા, ભાવેશભાઈ હરસુખભાઈ પરમારને ૭૧,૩૧૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહી દરમિયાન જુગાર રમાડતો ભીમભાઈ મેરામભાઈ ગરસડીયા હાજર નહીં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

કેશોદ પોલીસે કેવદ્રા ગામના હરસુખભાઇ લાધાભાઇ લાડાણીના ખેતરમાં વડના વળક્ષની નિચે જુગાર રમી રહેલા નિકુંજ ઉર્ફે કાનો હરસુખભાઇ લાડાણી, કમલેશભાઇ કાળાભાઇ પરમાર, મનિષભાઇ વિરજીભાઇ દેત્રોજા, મનસુખભાઇ ગોકળભાઇ લાડાણીને રૂપિયા ૩૨૩૦ સાથે અને ચર ગામની કરાર પા વાડી સીમમાં દામજીભાઇ હીરાભાઇ સાવલીયાની વાડીએ જુગાર રમતા દામજીભાઇ હીરાભાઇ સાવલીયા, ચંદુભાઇ મોહનભાઇ સોજીત્રા, પ્રફુલભાઇ રાજાભાઇ વાડલીયા, વીરમભાઈ ભુરાભાઇ ચુડાસમા, દીનેશભાઇ નાજાભાઇ ચુડાસમા, હરેશભાઇ ભાયાભાઇ વરૂ, જીતેન્‍દ્રભાઇ મહેશભાઇ ચુડાસમાને રૂપિયા ૧,૭૩,૩૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્‍યા હતા. જયેશ ખીમાભાઇ કથીરીયા નામનો જુગારી ફરાર થઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત કેશોદમાં રણછોડનગર ગણપતી મંદિર પાસે જાહેરમા જુગાર રમતા મુકેશભાઇ જેરામભાઇ રામાણી, સલીમખાન અલારખાભાઇ બેલીમ, મેહમુદખાન હુસેનખાન બેલીમ, હીતેષકુમાર પ્રભુદાસભાઇ કારીયાને પોલીસે પકડી પાડી રૂપિયા ૪૪૭૫૦ કબજે કર્યા હતા.

વંથલી પોલીસે લુશાળા ગામના પ્‍લોટ વિસ્‍તારમાં જુગાર રમતાં રામજીભાઈ મેરામભાઈ મુછડીયા, સોમાભાઈ પાલાભાઈ પારઘી, ચંદુભાઈ મેરામભાઈ મુછડીયા, અશ્વિનભાઈ માધાભાઈ વાણવી, કાનજીભાઈ ગોવીંદભાઈ મુછડીયા, ધીરજલાલ ભીમાભાઈ મુછડીયાને રૂપિયા ૪૬૩૦ સાથે અને માણાવદર પોલીસે ખાંભલા ગામની સીમમાં કિશોરભાઇ ગોપાલભાઇ પનારાની ખેતર પાસે ખુલ્લી જગ્‍યામાં જુગાર રમતા નવનીતભાઇ પરસોતમભાઇ કલોલા, શ્‍યામલાલ નંદલાલભાઇ આહુજા, મોહનભાઇ તીરથભાઇ ખત્રી, દિપકભાઇ ઇヘરલાલ હેમનાણી, લખનભાઇ ભવનભાઇ આહુજાને રૂપિયા ૪૬,૭૪૦ના મુદ્દામાલ સાથે પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(10:54 AM IST)