હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેંદરડા પાસે કાર ઝાડ સાથે અથડાતાં બેના મોત
બેસણામાંથી પરત ફરતા સમયે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માતઃ ત્રણને ગંભીર ઇજા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: મેંદરડાના ચિરોડા ગામ પાસે સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વિગતો અનુસાર, જુનાગઢ તાલુકાના સેમરાળા ગામના રજનીકાંતભાઈ વિઠ્ઠલભાઈ ચોવટીયાએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પરિવારના સભ્યો ઝીંઝુડા ગામે શારદાબેન ચીખલીયાના બેસણામાં હાજરી આપીને GJ-૦૩-ME-૧૯૪૬ નંબરની કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મેંદરડા નજીક આવેલ ચીરોડા-(ચોરવાડ રોડ) પર ગાડી ચાલક ભરતભાઈ ઠાકરસીભાઈ કળથીયાએ કાર પરનો સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ નીચે ઉતરી ગઈ હતી અને રસ્તા પરના ઝાડ સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ રમણીકભાઈ ગોવિંદભાઈ ચોવટીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કાંતાબેન ભરતભાઈ કળથીયા, રીનાબેન રમણીકભાઈ, હિનાબેન મહેશભાઈ અને ચાલક ભરતભાઈને તાત્કાલિક મેંદરડા સરકારી દવાખાને ખસેડાયા હતા. વધુ ગંભીર હાલત જણાતાં જૂનાગઢની હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કાંતાબેનનું પણ મોત નીપજ્યું હતું.
હાલમાં ઈજાગ્રસ્તો આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
