<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

લઠ્ઠા કાંડની તવારીખ

રાજકોટમાં, અમદાવાદ, સુરત, બોટાદમાં પણ મોટા લઠ્ઠાકાંડ થયા છે

રાજકોટ  ભાવનગરમાં થયેલ લઠ્ઠા કાંડ એ ગુજરાત કે સૌરાષ્‍ટ્રની પ્રથમ ઘટના નથી, આ જ ભાવનગર રેન્‍જ નીચેના બોટાદમાં પણ આવી ઘટના ઘટેલી, ૧૯૯૨ ની સાલમાં રાજકોટમાં મોટો કાંડ થયેલ, ઘોડા કાંડ તરીકે પ્રસિદ્ધ પામેલ.

૧૯૭૭ (અસારવા, અમદાવાદ): અસારવા લઠ્ઠાકાંડમાં ૧૨૦થી વધુ લોકોના મોત થયા હતા. ૧૯૮૯ (વડોદરા): કહોડા ગલી લઠ્ઠાકાંડમાં ૧૩૨ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા.

૨૦૦૯ (ઓઢવ, અમદાવાદ): ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડમાં ૧૨૩ લોકોના મોત થયા હતા અને ૨૦૦ લોકોએ આંખો ગુમાવી હતી. આ કેસમાં ખાસ અદાલતે ૧૦ વર્ષ બાદ ૩ આરોપીઓને ૧૦ વર્ષની જેલ અને રૂ. ૫૦,૦૦૦ દંડ તથા ૩ મહિલા આરોપીઓને ૩.૫ વર્ષની જેલ ફટકારી હતી. આ ઘટના બાદ સરકારે કાયદામાં સુધારો કરી મળત્‍યુદંડની જોગવાઈ ઉમેરી હતી.૨૦૧૨ (સંખેડા, વડોદરા): પાણેજ ગામમાં ઝેરી દારૂથી ૩ વ્‍યક્‍તિઓના મોત નોંધાયા હતા. ૨૦૧૬ (સુરત): લિંબાયત, પુણા, કાપોદ્રા અને વરેલી વિસ્‍તારમાં ઝેરી દારૂ પીવાથી ૨૪ લોકોના મોત થયા હતા.

(11:30 AM IST)