<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

નકલી વિદેશી દારૂનો શંકાસ્‍પદ કેસ :ભાવનગરમાં શિક્ષકનું લોહીની ઊલટી બાદ મોતઃ રૂમમાંથી અડધી બોટલ મળી

(વિપુલ હિરાણી  દ્વારા) ભાવનગર  તા. ૨૦: ભાવનગર શહેરમાં શંકાસ્‍પદ સંજોગોમાં એક શિક્ષકનું મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, નકલી કે ઝેરી વિદેશી દારૂના સેવનથી આ મોત થયું હોવાની શંકા સેવવામાં આવી રહી છે.

૧૯ ઓગસ્‍ટની રાત્રે શહેરના ગાંધી કોલોની સામે આવેલા ગિલ્‍બર્ટ એપાર્ટમેન્‍ટના બીજા માળે આવેલા મકાન માંથી હિતેશ પરમાર નામના યુવાનની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી હતી. મરનાર હિતેશભાઈ તાપીના સોનગઢમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.શિક્ષકે ઘરમાં લોહીની ઊલટીઓ કરી હોવાના ચિホો મળી આવ્‍યા છે. ઘટનાની જાણ થતાં જ સ્‍થાનિક પોલીસ કાફલો સ્‍થળ પર દોડી ગયો હતો. તપાસ દરમિયાન ઘરના રસોડામાંથી ઁરોયલ સ્‍ટેગઁ વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવતા પોલીસે તેને જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. મળતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે ખસેડીને મોતનું સાચું કારણ જાણવા તથા દારૂના સેમ્‍પલની ચકાસણી માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

(11:32 AM IST)