હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરમાં નકલી દારૂએ વધુ એક યુવાનનો ભોગ લીધોઃ કાળિયાબીડના યુવક જીતેન્દ્ર ભટ્ટીનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૦: ભાવનગર શહેરમાં કથિત રીતે ડુપ્લિકેટ દારૂ/ઝેરી સિરપના કારણે વધુ એક યુવાન નું અકાળે અવસાન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા જયેશભાઈ જીતેન્દ્રભાઈ ભટ્ટીનું ભાવનગરની સર તખ્તસિંહજી (સર ટી.) હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ કાળીયાબીડ વિસ્તારમાં રહેતા જયેશભાઈ ભટ્ટી ની તબિયત લથડતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો. ચર્ચાતી વિગતો મુજબ આ ઘટના ડુપ્લિકેટ દારૂ અથવા ઝેરી કેમિકલયુક્ત પીણાના સેવનથી બની હોવાનું સામે આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને સચોટ કારણ સ્પષ્ટ થશે. પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
