<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

૧૮૫૬માં અંગ્રેજોએ બંધાવેલ સુરેન્‍દ્રનગર જિલ્લાની પ્રથમ વઢવાણની સરકારી શાળાને તાળા

ધોળીપોળ વિસ્‍તારમાં આવેલ જિલ્લાની પ્રથમ સરકારી શાળા બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓ પણ પરેશાન હેરીટેજ શાળાનું રીનોવેશન કરી ફરી શરૂ કરવા ઉઠી માંગઃ લોકોમાં રોષ

 

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૦: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૧૮૫૬ ના વર્ષમાં બ્રિટિશ સરકાર દ્વારા વઢવાણ ખાતે ધોળીપોળ વિસ્‍તારમાં આવેલા રામજી મંદિરની સામે ઙ્કથમ સરકારી શાળાની સ્‍થાપના કરવામાં આવી હતી અને આ શાળા માં અભ્‍યાસ કરી અને વર્ષોથી વધુ વિદ્યાર્થીઓ હાલ અલગ-અલગ સરકારી નોકરીઓમાંથી રીટાયર્ડ પણ થઈ ગયા છે અધિકારીઓ બની અને નિવળત્ત પણ થઈ ગયા છે ત્‍યારે ૧૮૫૬ના વર્ષમાં બ્રિટિશ શાસનકાળ વખતે શાળાનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું અને આ શાળા વઢવાણ વાસીઓને આજુબાજુના ગ્રામીણ વિસ્‍તારના વિદ્યાર્થીઓ પણ અભ્‍યાસ માટે આ શાળાનો ઉપયોગ કરતા હતા હેરિટેજ સ્‍ટ્રક્‍ચર સાથે આ શાળા નું નિર્માણ કામ કરવામાં આવ્‍યું હતું આજે ૧૬૦ વર્ષ થયા છે છતાં પણ શાળાનું  સ્‍ટ્રક્‍ચર આબેહૂબ છે અને પૌરાણિક છે અને તેની સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે ૨૦૦૧ના ભૂકંપમાં પણ આ શાળાને કાંઈ થયું નથી અને આજે પણ આ શાળા અડીખમ ઉઠી છે.

વઢવાણના ઝાલા રાજવીઓ જેમાં દાજીરાજસિંહજી અને બાલસિંહજી શિક્ષણ પ્રેમી હતા અને શહેરમાં સાક્ષરતા દર વધે તે માટે સતત પ્રયત્‍નશીલ હતા હેરિટેજ શાળાનું ડેવલપમેન્‍ટ થાય તેવું રાજા રજવાડાઓ પણ ઇચ્‍છતા હતા ભલે બ્રિટિશ સરકાર વખતે બનેલી પણ ત્‍યારબાદ આ શાળા શિક્ષણ કાર્ય માટે શરૂ રાખવામાં આવી હતી ગ્રામીણ વિસ્‍તારોના તેમજ આજુબાજુના વિસ્‍તારના બાળકો અભ્‍યાસ માટે આ શાળાએ આવતા હતા અને પોતાનું અભ્‍યાસ કરી અને જીવનમાં આગળ વધતા ૨૦૦થી વધુ અધિકારીઓ બની અને હાલમાં નિવળત્ત થઈ ગયા છે અને અનેક લોકો જીવનમાં આગળ પણ વધ્‍યા છે આ શાળામાં વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી અને પ્રગતિના સર શિખર કર્યા છે આ સરકારી શાળા ગણવામાં આવે છે પરંતુ હવે પરિસ્‍થિતિ એ છે કે ૧૬૦ વર્ષ જૂની શાળા હોવાના કારણે તેનું વચ્‍ચેના ભાગેથી ધાબુ અને સ્‍લેબ તૂટી ગયા છે.

સરકાર હસ્‍તકમાં આ શાળા આવી ત્‍યારબાદ કોઈપણ પ્રકારનું રીનોવેશન જ નથી કરાવવામાં આવ્‍યું જેને લઇને હેરિટેજ શાળા છે તે હાલ જર્જરીત બની ગઈ છે અને આ શાળાને તાળા મરવા પડ્‍યા છે જેને લઇને ત્‍યાં અભ્‍યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ગ્રામજનો અને આજુબાજુના લોકો કે જેમના બાળકો આ શાળામાં અભ્‍યાસ કરતા હતા તેમના દ્વારા રોષ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે શિક્ષણ વિભાગ દ્વારા આ શાળામાં અભ્‍યાસ કરતા બાળકોનું વિચારણા કરી અને આ શાળાનું ડેવલપમેન્‍ટ કરવાનું હોય અને રીનોવેશન કરવાનું હોય તેના સ્‍થાને બંધ કરવાનો નિર્ણય જ કરી નાખવામાં આવ્‍યો છે અને શાળાને તાળા લગાવી દેવામાં આવ્‍યા છે એટલે સુરેન્‍દ્રનગરની પ્રથમ સરકારી શાળા આજથી બંધ થઈ ગઈ છે આમ તો બે વર્ષથી બંધ કરવાની વાતો ચાલતી હતી પરંતુ વાતો વચ્‍ચે વિદ્યાર્થીઓને અભ્‍યાસ માટે બોલાવવામાં આવતા હતા જેને લઇને સ્‍થાનિક લોકોમાં રોષ છે.

આ શાળાના આચાર્ય વિનોદભાઈ ડાભી સાથે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું રીનોવેશન ન કર્યું જેને લઇને તમામ ઓરડા જર્જરીત  થઈ ગયા અને હવે આ શાળા બંધ કરી અને તેનું બિલ્‍ડીંગ ખાંડી પણ લઈ જવામાં આવ્‍યું છે અને ત્‍યાં બાળકોને લઈ જવામાં આવ્‍યા છે પરંતુ ત્‍યાં બાળકોની સંખ્‍યા ઘટી છે આ શાળામાં અભ્‍યાસ કરતા હતા તે દરમિયાન બાળકોની સંખ્‍યા ૫૬ હતી હવે માત્ર ૧૬ જેટલી રહી છે એટલે ડ્રોપ આઉટ રેશિયો પણ વધ્‍યું છે પરંતુ હવે શિક્ષણ વિભાગ આ બાબતે જાગે અને તાત્‍કાલિક રીનોવેશન કરી અને આજ શાળા શરૂ કરાવે તેવી વાલીઓએ પણ અનેક વખત રજૂઆત કરી છે.

૧૯૭૦ માં ભણતા ઈકબાલભાઈ પટણી જણાવી રહ્યા છે કે ૧૯૭૦ માં વિદ્યાર્થીઓની સંખ્‍યા ૨૦૦થી પણ વધુ છે અને સુરેન્‍દ્રનગરમાં વઢવાણમાં આવેલી એક માત્ર સરકારી શાળા આજુબાજુના વિસ્‍તારોમાં પ્રખ્‍યાત હતી.

સ્‍થાનિક રહેવાસી અને વાલી જીગ્નેશ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે આ શાળાની મુલાકાત કરવામાં આવી છે માત્ર ઓરડાની છે તેને પાડી અને તેની ઉપર નવું સ્‍ટ્રક્‍ચર ઊભું થઈ શકે તેવું છે અને પૌરાણિક પણ છે અને તેની સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે ત્‍યારે આવી ઐતિહાસિક બિલ્‍ડીંગ જર્જરિત જાહેર કરી અને બંધ કરી દેવી યોગ્‍ય નથી કલેકટર ઓફિસ પણ તેની જેટલી જ જૂની છે છતાં પણ હજુ આ કલેક્‍ટર ઓફિસનું બિલ્‍ડીંગ ઉપયોગમાં લેવાય છે તો આ પણ રીનોવેશન કરી અને વિદ્યાર્થીઓની માટે શાળા નંબર એક ચાલુ રહે તે માંગ છે અને આ અંગે શિક્ષણ વિભાગમાં પણ રજૂઆતો કરવામાં આવશે અને રીનોવેશન કરી અને આ શાળા બંધ કરવાના સ્‍થાને શરૂ રાખવાની માંગ છે.

(11:37 AM IST)