હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિંછીયા ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયત્નોથી ડ્રોન ટેકનોલોજીના કોર્સ શરૂ થશે
ખેડૂત પરિવારના સભ્યો માત્ર રૂ.૧,૪૫૦ માં ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ કરી શકશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૦: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા આઇ.ટી.આઇ. દ્વારા ડ્રોન અભ્યાસક્રમના પ્રારંભ માટે અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે સમીક્ષા બેઠક તેમજ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ડ્રોન ટેકનોલોજી અભ્યાસક્રમનો પ્રારંભ કરવા માટે જરૂરી વિશાળ મેદાન સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમરાપુર શૈક્ષણિક સંકુલ દ્વારા વિનામૂલ્ય આપવામાં આવશે તેમ સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળિયાએ જણાવતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ રાજ્યમાં યુવાનો સ્કીલ ડેવલોપમેન્ટ સાથેના અભ્યાસક્રમોમાં આગળ વધી શકે તે માટે ‘કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી'ની સ્થાપના કરી છે, તે જ રીતે આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા અભ્યાસક્રમો આઇ.ટી.આઇ. માં શરૂ કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રી કુવરજીભાઈ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કુલ ચાર આઇ.ટી.આઇ. માં ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ શરૂ થઈ ચૂકયો છે સૌરાષ્ટ્રમાં કાલાવડ અને અમરેલી ખાતે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે તેમજ વીંછીયા આઈ.ટી.આઈ દ્વારા અમરાપુર ખાતે ટૂંક સમયમાં પ્રારંભ થશે. જેમાં ધોરણ ૧૦ પાસ કોઈ પણ યુવક યુવતી આ અભ્યાસક્રમમાં જોડાઈ કળષિ સહિત વિવિધ ક્ષેત્રે રોજગારી મેળવી શકશે તેમ મંત્રી શ્રી બાવળિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
કોર્ષની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે આ કોષની ફી ૧૫,૪૫૦ રૂ જેટલી છે, ત્યારે ખાસ કરીને ખેડૂત પરિવારના દીકરા દીકરી માત્ર રૂ. ૧,૪૫૦ માં જ અભ્યાસક્રમમાં જોડાઈ કળષિ ક્ષેત્રે પરિવારને સહયોગ આપી શકશે. અન્ય પરિવારના છાત્રોને પણ શિષ્યવળત્તિ મળે તે માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી હોવાનું મંત્રી શ્રી એ જણાવ્યું હતું.
વધુમાં કૌશલ્ય યુનિવર્સિટીના સહયોગથી ટૂંકા ગાળાના અભ્યાસક્રમો પણ આઈ.ટી.આઈ માં લાગુ કરવામાં આવશે જેનાથી મહિલાઓ તેમજ યુવાનોને સ્વરોજગારી મેળવવામાં અનુકૂળતા રહેશે. આઈ.ટી.આઈ. ના રિજીયોનલ ડિરેક્ટરશ્રી કૌશિક કણજારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ ચાર આઈ.ટી.આઈ., કૌશલ્ય યુનિવર્સિટી તેમજ સ્વર્ણિમ ખાતે ચાલી રહેલા ડ્રોન અભ્યાસક્રમમા ૮૦૦ થી વધુ લોકોને ડી.જી.સી.એ. માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.
આવનારા સમયમાં જુદી જુદી ૧૩ જેટલી આઈ.ટી.આઈ. માં અભ્યાસક્રમ શરૂ થાય તે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આ બેઠકમાં કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીના ડિરેક્ટરશ્રી વિજય પટેલ, વિંછીયા આઇ.ટી.આઇ.ના પ્રિન્સિપાલશ્રી કિશન વાઘમસિંહ, જસદણ આઇ.ટી.આઇ.ના પ્રિન્સિપાલશ્રી ચિંતન જાની ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
