News of Thursday, 20th August 2026
સુરેન્દ્રનગરમાં ઝડપાયેલ મહેસુલ વિભાગના ડુપ્લીકેટ ડાયરેકટર મેહુલ શાહ સાથે અન્ય રના નામ ખુલ્યા
વાંકાનેર પંથકના ભાજપના મહિલા અગ્રણી અને સમીર નામના શખ્સની સંડોવણી

(ફઝલ ચોૈહાણ દ્વારા) સુરેન્દ્રનગર તા.૨૦: સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા રાજસ્થાન ખાતેથી મહેસુલ વિભાગના ડુપ્લીકેટ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપી અને ખોટા કોલ લેટર બનાવી અને છેતરપિંડી કરનાર મેહુલ શાહની ધરપકડ કરવામાં આવી છે. અને તેને કોર્ટમાં હાજર કરી અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા તેના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે ૨૦ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા પીએસઆઇ રાહુલ ચુડાસમા દ્વારા તેની પૂછપરછ ધરવામાં આવી છે પૂછપરછ દરમિયાન મોટા ધડાકાઓ થવા પામ્યા છે.
વાંકાનેર રાજકોટ અમદાવાદ અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના ૨૦ થી વધુ લોકો ભોગ બન્યા હોવાની ફરિયાદ સિટી પોલીસને બે દિવસમાં મળી છે ત્યારે આ તમામને સાહેદ તરીકે રાખવામાં આવ્યા છે હજુ પણ લોકોનો ઘસારો સીટી પોલીસ સ્ટેશન ખાતે થઈ રહ્યો છે અને ભોગ બન્યા હોવાની રજૂઆતો કરવામાં આવી રહી છે નોકરી અપાવવાના બહાને ખોટા જોઇનિંગ લેટર તૈયાર કરી અને આપવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે ત્યારે આવા જોઇનિંગ લેટર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે અને પ્રથમ તબક્કામાં ૨૫ લાખથી વધુની છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવવાની ફરિયાદ દાખલ કરી છે પરંતુ ત્યારબાદ સંખ્યા વધતા અંદાજિત પાંચ કરોડથી વધુનું રકમનું ફ્રોડ કરવામાં આવ્યા હોવાની ગંધ સેવાય રહી છે ત્યારે વાંકાનેર પંથકના મહિલા અગ્રણી અને તેના નજીકના ગણાતા સમીરની ધરપકડ કરવા પણ અલગ અલગ ટીમોને કામે લગાવવામાં આવી છે
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
