<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

સાવરકુંડલા નાગરીક સહકારી બેન્‍કની ચૂંટણીમાં માઇનોરેટી મતોનો કોંગ્રેસ પ્રેરીત પેનલને ફટકો પડશે?

 

સાવરકુંડલા, તા.૨૦: સાવરકુંડલા નાગરિક બેન્‍ક ની ચૂંટણી તા.૨૩ના યોજાનારી છે. આ નાગરિક બેન્‍ક ની ચૂંટણી માં દર વખતે માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના મતો અતિ નિર્ણાયક હોય છે અને કોંગ્રેસ પ્રેરિત પેનલ ને મતો આપતા હોય છે ત્‍યારે આ વખતે મુસ્‍લિમ સમાજ નો ઉપપ્રમુખ અને પત્રકાર ઇકબાલ ગોરી અને સેવાકીય ક્ષેત્રે ખૂબ આગળ એવા સલીમ જાદવ એ ઉમેદવારી કરેલ હોવાથી કોંગ્રેસ પ્રેરિત પેનલને માઇનોરેટી મતો નો જબરો ફટકો પડશે તેવી ચર્ચા ઓ થવા લાગી છે આ નાગરિક બેન્‍કની ચૂંટણી ઇકબાલ ગોરી અને સલીમ જાદવ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે એટલે જે મતો ઇકબાલ ગોરી અને  મળે તેનું નુકશાન કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો ને થશે તેમાં કોઈ શંકા ને સ્‍થાન નથી.

(1:08 PM IST)