હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આખરે ખંભાળીયા કેનેડી બ્રીજની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ
થોડા સમયમાં કામ અપાશે

ખંભાળીયા, તા., ૨૦ : શહેરમાં ઘી નદી પાસે વર્ષો જુના રાજાશાહીના સમયનો કેનેડી બ્રીજ જે ૧ર૦ વર્ષ જુનો જર્જરીત થઇ જતા તેને તોડી પાડીને ત્યાં નવો પુલ અદ્યતન ડીઝાઇનનો બનાવવા નક્કી કર્યુ હતું. તે પછી વડીલોની માંગથી હાલનો ઇજનેરી જુના કૌશલ્યવાળો કેનેડી બ્રીજ યથાવત રાખીને તેની બાજુમાં નવો પુલ બનાવવાનું નક્કી કરાયું હતું. જેમાં પાંચ-છ કોન્ટ્રાકટરોએ ટેન્ડરો ભર્યા હોય થોડા સમયમાં પ્રક્રિયા પુર્ણ કરીને કામ સોંપાશે.
અંદાજીત ૩૦ કરોડ જેટલા ખર્ચે અદ્યતન નવો પુલ બનશે. જેથી હાલ ડાયવર્ઝન જે ભાણવડ ખંભાળીયા જવા ઉપયોગ આવે છે. તે બંધ થશે.
ઉલ્લેખનીય છે કે હાલ ખંભાળીયા કેનેડી બ્રીજ બંધ હોવા છતા બાઇક ચાલકો જીવના જોખમે ત્યાંથી જ વાહનો ચલાવીને જાય છે. એ બીજી વાત છે કે કંપની દ્વારા સર્વે કરીને ચાલવાની પણ મનાઇ કરીને જોખમી ગણાવેલ છે. જયાંથી રોજ ઢગલાબંધ બાઇકો આરામથી બે વર્ષથી નીકળે છે.
કેનેડી બ્રીજ જયાં સુધી ના બને ત્યાં ુસુધી એકાદ કરોડના ખર્ચે પાકો ડ્રાયવર્ઝન હાલ બનાવાયો હોય ટ્રક બસ જેવા વાહનો પણ ત્યાંથી નીકળે છે ત્યારે નવો પુલ ઝડપથી થાય તેવી પણ લોકોમાં માંગ ઉઠી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
