<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે મહત્‍વના મુદ્દે કોંગ્રેસ તથા ખેડુતોનો નવતર વિરોધ

મોં પર હાથ રાખી સરકાર પર મૌન પ્રહાર

(કૌશલ સવજાણી દ્વારા) જામનગર તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે મહત્‍વના પ્રશ્‍નો અંગે ખેડૂતો તથા કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું.

કલ્‍યાણપુર તાલુકામાં ચુર, ચપર તથા રાજપરા કાનપર શેરડી ગામમાં મહાકાય કંપની દ્વારા સુચીત સબ સ્‍ટેશન તથા ૧પ૧-એ નેશનલ હાઇવે પર ૧૦ ગામને જોડતો રસ્‍તો બંધ કરાતા ખેડૂતોએ સામુહિક રીતે ભેગા થઇને મોઢા પર હાથ રાખીને સરકાર પર ‘‘મૌન પ્રહારો'' કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મહાકાય કંપની દ્વારા સબ સ્‍ટેશન બનાવાય તો ખેડુતો જમીન વિહોણા બને તથા ખેતીની આજીવિકા પણ બંધ થાય તેમ હોય તથા ૧૦ ગામને ખેડૂતો રસ્‍તો બંધ થવાથી ખેડુતોને ૮ થી ૧૦ કિલોમીટરનો ફેરો ખાવો પડતો હોય આ વિરોધ પ્રદર્શન થયું હતું.

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાલભાઇ આંબલીયાએ જણાવેલ કે કાનપર, રાજપરા વિસ્‍તારમાં ૭૦૦/૮૦૦ કે.વી.નું મોટું સબ સ્‍ટેશન ખાનગી કંપની ઉભું કરવા રપ૦ એકરથી વધુ જમીનમાં ઉપયોગ થવાનો હોય ખેડુતોની જમીન બરબાદ થઇ જશે ખેડુતો આજીવિકા વગરના થઇ જશે તથા હંજડાપર પાસે ગામડામાં જવાનો રસ્‍તો બંધ કરી દેતા લોકોને આઠ-દશ કિ.મી. જવું પડે અને લોકો રોંગસાઇડમાં જવા લાગતા અકસ્‍માતનો ભય હોય આ બે મુદ્દા અંગે મૌન પ્રહાર કરી લેખિત આવેદન જિલ્લા તંત્રને આપવામાં આવ્‍યું છે.

(1:20 PM IST)