<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

પોરબંદરના ભેટકડીમાં તીનપતી જુગાર ખેલતા ૪ શખ્‍સો ૩૪૭૦ની રોકડ સાથે ઝડપાયા

(પરેશ પોરખ દ્વારા) પોરબંદર તા.૨૦: ભેટકડીમાં જાહેરમાં જુગાર રમતા ૪ શખ્‍સોને ૩૪૭૦ની રોકડ સાથે પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

ભેટકડીમાં તીનપતી જુગાર રમતા પરબત વેજાભાઇ કાંધા અરજણભાઇ કાંધા લીલાભાઇ કાંધ ા અને  રામ ભીમાભાઇ ને ૩૪૭૦ રોકડ સાથે પોલીસે પકડી લીધા હતાં . આ જુગાર દરોડા અંગે બગવદર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાયો છે. હેડ કોન્‍સ્‍ટેબલ વિ. એન. ભુતિયા ચલાવી રહ્યા છે.

(1:55 PM IST)