<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ભાવનગરના નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધીને 7 થયો :અસરગ્રસ્તોની સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં મુંબઈથી ખાસ ઇન્જેક્શન મંગાવાયા

SMCની તપાસ બાદ વરતેજ પોલીસ મથકમાં મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ: આરોપીઓ સામે BNS અને પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ: અત્યાર સુધી 12 વ્યક્તિઓ રાઉન્ડઅપ કરાયા

ભાવનગરના નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. અસરગ્રસ્તોની સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં મુંબઈથી ખાસ ઇન્જેક્શન મંગાવવામાં આવ્યા છે. SMCની તપાસ બાદ વરતેજ પોલીસ મથકમાં મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ સામે BNS અને પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં પોલીસે કાર્યવાહી તેજ કરતાં અત્યાર સુધી 12 વ્યક્તિઓને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(2:07 PM IST)