News of Thursday, 20th August 2026
જામકંડોરણા પંથકના ૧૭ હજાર ખેડૂત વીજધારકોને સીધો ફાયદોઃ વીજ તંત્રની પેટા વિભાગીય કચેરી શરૂ
ઉર્જા મંત્રીના હસ્તે લોકાર્પણઃ જરૂર પડયે ૧૦ કલાક વિજળી અપાશે

રાજકોટ તા. ૨૦ : જામકંડોરણા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની પેટા વિભાગ-૨ની કચેરીના રૂ. ૧૩૧ લાખના ખર્ચે નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરતા ર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં સરકાર હંમેશા ખેડૂતોના હિતલક્ષી કામગીરી કરી રહી છે. જામકંડોરણા ખાતે પીજીવીસીએલ કચેરીનો બીજો પેટા વિભાગ કાર્યરત થતાં જામકંડોરણા તાલુકાના ૧૭ હજારથી વધુ ખેડૂત વીજધારકોને સીધો ફાયદો થશે. ખેડૂતોને વીજ કનેક્શન મેળવવામાં સરળતા થશે તેમજ વીજફોલ્ટ કે અન્ય મુશ્કેલી સમયે ત્વરિત નિરાકરણ મળી રહેશે.
આ સરકાર ખેડૂતોના હિત માટે હંમેશા કામ કરતી આવી હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર પડ્યે ખેડૂતોને દસ કલાક વીજળી પણ પૂરી પાડવામાં આવશે. આ તકે ર્જા રાજ્યમંત્રીએ ખાસ કરીને ર્જા વિભાગ દ્વારા વાર તહેવારો પર પણ ૨૪ કલાક લોકોને વીજળી મળી રહે તે માટે કરવામાં આવતી કામગીરી બદલ વિભાગનો આભાર માન્યો હતો.
જામકંડોરણા તાલુકાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ આ તકે પેટા વિભાગીય કચેરી આવવા બદલ રાજ્ય સરકારનો આભાર માની જણાવ્યું હતું કે, આ સમગ્ર પંથક કળષિ ક્ષેત્ર પર નિર્ભર છે. અહીં વીજળીનું ખૂબ મહત્વ છે ત્યારે, નવી વિભાગીય કચેરી દ્વારા ખેડૂતોને આવનારા સમયમાં વીજ ક્ષેત્રે કોઈ મુશ્કેલી નહીં પડે, ર્જા રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, જયેશભાઈ રાદડિયાએ નવનિર્મિત બિલ્ડીંગનું તકતી અનાવરણ તેમજ રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું.
કચેરી ખાતે મંત્રી સહિત રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ બાબરીયા સહિતના મહાનુભાવોએ વળક્ષારોપણ કરી ગ્લોબલ ર્વોમિંગ સામે દેશને બચાવવા માટે પ્રધાનમંત્રીના ‘એક પેડ મા કે નામ' અભિયાનને આગળ ધપાવવા સૌને વિનંતી કરી હતી. જામકંડોરણા ખાતે આયોજિત કાર્યક્રમમાં ર્જા વિભાગના ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર બી. ડી. પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે ઉર્જા વિભાગના જે.બી ઉપાધ્યાય, કે. જે. ખાવડું, વી. એલ. ભીમાણી, એન. જે. સનાડીયા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
