<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

કચ્છ યુનિવર્સિટીની લાયબ્રેરીના બોર્ડ પર દલિત વિદ્યાર્થીના ફોટા સાથે છેડછાડની ઘટનાને લઈને વિવાદ સર્જાયો

GPSCની DYSO લીગલ પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીનો ફોટો ફાડી નાખવામાં આવતા સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ખાતે ધરણાં યોજી ઘટનાનો વિરોધ કર્યો

કચ્છ યુનિવર્સિટીની લાયબ્રેરીના બોર્ડ પર દલિત વિદ્યાર્થીના ફોટા સાથે છેડછાડની ઘટનાને લઈને વિવાદ સર્જાયો છે. GPSCની DYSO લીગલ પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીનો ફોટો ફાડી નાખવામાં આવતા સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ખાતે ધરણાં યોજી ઘટનાનો વિરોધ કર્યો હતો. આ મામલે વાઇસ ચાન્સલર ડો. મોહન પટેલને રજૂઆત કરી જાતિવાદી માનસિકતા ધરાવતા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

લાયબ્રેરીમાં લાગેલા CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સિક્યુરિટીની હાજરીમાં શખ્સોએ ફોટો હટાવ્યો હોવાના ઘટસ્ફોટ બાદ કર્મચારી અને સિક્યુરિટી સ્ટાફની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે SC/ST સેલ દ્વારા તટસ્થ તપાસ કરી આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ અને UGCના નિયમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

(7:26 PM IST)