<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

સુરેન્દ્રનગરમાં જિલ્લા પુરવઠા ટીમે પેટ્રોલ પંપ પર ગેરકાયદેસર ડીઝલ વેચતા મીની બ્રાઉઝરને ઝડપ્યું :12 લાખથી વધુનો મુદામાલ સીઝ

સત્યમ પેટ્રોલિયમ ખાતે તપાસ દરમિયાન બ્રાઉઝર ડિસ્પેન્સિંગ યુનિટ માટે જરૂરી લાઈસન્સ અને સ્ટેમ્પિંગ ન હોવાનું સામે આવ્યું

સુરેન્દ્રનગરમાં જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે પેટ્રોલ પંપ પર તપાસ દરમિયાન ગેરકાયદેસર ડીઝલ વેચતા મીની બ્રાઉઝરને ઝડપી પાડ્યું છે. સત્યમ પેટ્રોલિયમ ખાતે તપાસ દરમિયાન બ્રાઉઝર ડિસ્પેન્સિંગ યુનિટ માટે જરૂરી લાઈસન્સ અને સ્ટેમ્પિંગ ન હોવાનું સામે આવ્યું હતું. આ બ્રાઉઝરનો ઉપયોગ આસપાસના ગામોમાં ડીઝલ વેચવા માટે થતો હતો. કાર્યવાહીમાં કુલ રૂ.12,88,920નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

(7:27 PM IST)